ફતેપુરાની શ્રી હરિ પબ્લિક સ્કૂલમાં જન્માષ્ટમીની ભવ્ય ઉજવણી, રાધા-કૃષ્ણના વેશમાં બાળકો બન્યા આકર્ષણનું કેન્દ્ર…

ફતેપુરા, (દાહોદ ) આઝાદ મન્સુરી :-

ફતેપુરા, દાહોદ: દાહોદ જિલ્લાના ફતેપુરા નગરમાં આવેલી ફતેપુરા તાલુકાની અંગ્રેજી માધ્યમની શ્રી હરિ પબ્લિક સ્કૂલમાં જન્માષ્ટમી પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. જન્માષ્ટમીના આ કાર્યક્રમને લઈને શાળાના તમામ બાળકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.

જન્માષ્ટમી નિમિત્તે શાળાના તમામ બાળકો રાધા તેમજ કૃષ્ણના સુંદર પહેરવેશમાં સજ્જ થઈને શાળાએ આવ્યા હતા. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય અને પ્રાર્થના સાથે કરવામાં આવી હતી.

ત્યારબાદ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા કૃષ્ણ ભગવાનના ગીતો પર વિવિધ નૃત્યોની સુંદર રજૂઆત કરવામાં આવી હતી. આ ઉપરાંત શાળાના શિક્ષકો દ્વારા કૃષ્ણ ભગવાનના જીવન અને તેમની વિવિધ લીલાઓ અંગે વિસ્તૃત માહિતી વિદ્યાર્થીઓને આપવામાં આવી હતી.

કાર્યક્રમ દરમિયાન ‘નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલ કી’ના નાદ સાથે મટકી ફોડનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. મટકી ફોડ કાર્યક્રમથી જન્માષ્ટમીની ઉજવણીમાં વધુ ઉત્સાહ જોવા મળ્યો હતો.

કાર્યક્રમના અંતે શાળાના બાળકોને પ્રસાદ સ્વરૂપે કેળાનું વિતરણ કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમ ઉત્સાહ અને ધાર્મિક માહોલ વચ્ચે સંપન્ન થયો હતો.



આ પણ વાંચો :-