દાહોદ,દિલીપ મૂલચંદાણી, મીડિયા પ્રભારી :-

તા. ૨૪/૦૫/૨૦૨૬ ના રોજ સતગુરુ માતા સુદીક્ષાજી મહારાજ તથા રાજપિતાજીના દિવ્ય માર્ગદર્શન હેઠળ નિરંકારી મિશનની સામાજિક શાખા દાહોદમાં મહારકતદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું. જેમાં ૩૦૦ થી વધુ રક્તદાતાઓએ રક્તદાન કર્યું. રક્ત એકત્રિત કરવા માટે ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી, દાહોદ તથા ઝાયડસ હોસ્પિટલની ટીમ ઉપસ્થિત રહી હતી તથા સાથે સાથે સત્સંગ કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં દાહોદ તથા આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાંથી અનેકો નિરંકારી ભક્તોએ ભાગ લીધો હતો. દાહોદ નગરપાલિકાના પ્રમુખશ્રી અને ઉપપ્રમુખશ્રીની ઉપસ્થિતિ રહી હતી. વોર્ડ નં. 2 ના કાઉન્સિલર શ્રીમતી અંકિતાબેન ભાભોર બેનની ઉપસ્થિતિ રહી હતી તથા તેમને રક્તદાન કરી સમાજને પણ રક્તદાન કરવાની પ્રેરણા આપી હતી.
આ શિબિરનું ઉદ્દઘાટન દાહોદ ઝોનના ઝોનલ ઇન્ચાર્જ શ્રીમાન ભૂપેન્દ્રભાઈ ગડરિયાજીના કર કમલો દ્વારા કરવામાં આવ્યું. એમણે જણાવ્યું કે, યુગદ્રષ્ટા બાબા હરદેવ સિંહજી મહારાજ દ્વારા વર્ષ 1986 થી શરૂ કરવામાં આવેલી આ પરોપકારની મુહિમ આજે મહા અભિયાનના રૂપમાં પોતાના ચરમોત્કર્ષ પર છે. છેલ્લા લગભગ 4 દાયકાઓમાં આયોજિત 9000 થી વધુ શિબિરોમાં 15,00,000 થી વધુ યુનિટ રક્ત માનવ માત્રના ભલાઈ માટે આપવામાં આવ્યું છે અને આ સેવાઓ સતત ચાલુ પણ રહેલ છે.
નિશ્ચિતપણે લોક કલ્યાણ માટે ચલાવવામાં આવી રહેલું આ અભિયાન નિરંકારી સતગુરુ દ્વારા આપવામાં આવેલી શિક્ષાઓને દર્શાવતું એક દિવ્ય સંદેશ પ્રસારિત કરી રહ્યું છે, જેનાથી દરેક પ્રાણી પ્રેરણા પ્રાપ્ત કરી પોતાના જીવનને કૃતાર્થ કરી રહ્યો છે.