ગોધરા,(પંચમહાલ) સાજીદ શેખ :-

– પોલીસે અકસ્માત મોતની નોંધ કરી તપાસ હાથ ધરી
– તબીબે હોસ્પિટલમાં વધારે પડતા ઇન્જેક્શન લઈ મોતને વહાલું કર્યું
ભાવનગર : ભાવનગર શહેરના જાણીતા તબીબે પોતાની જ હોસ્પિટલમાં ઇન્જેક્શન લઈ આત્મહત્યા કરી લીધી હતી. આ બનાવની જાણ થતાંની સાથે જ નિલમબાગ પોલીસ મથકનો સ્ટાફ સ્થળ પર દોડી ગયો હતો અને મૃતદેહનો કબજો લઈ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
ભાવનગર શહેરના માધવબાગમાં રહેતા અને શહેરના કાળાનારા સૂર્યદીપ કોમ્પ્લેક્સમાં હોસ્પિટલ ધરાવતા જાણીતા તબીબ ડો.રાજેશ જીવાભાઇ રંગલાણી (ઉ.વ.૫૩)એ પોતાની હોસ્પિટલમાં જ વધારે પડતા ઇન્જેક્શનનો લઈ આત્મહત્યા વહોરી લીધી હતી. આ ઘટનાની જાણ થતા જ નિલમબાગ પોલીસનો સ્ટાફ બનાવ સ્થળે દોડી ગયો હતો અને પોલીસે મૃતદેહનો કબજો લઈ પીએમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે. મૃતક ડો.રાજેશ રંગલાણી કાન, નાક અને ગળાના સર્જન તરીકે શહેરમાં ખ્યાતિ ધરાવતા હતા. જિંદગીથી કંટાળી તેને આ પગલું ભર્યું હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલવા પામ્યું છે. આ અંગે નિલમબાગ પોલીસ સ્ટેશનમાં અકસ્માતે મોતની નોંધ કરી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.