ગોધરા : બેંક ઓફ બરોડા દ્વારા નગરના અટલ ગાર્ડન એમ્ફી થિયેટર ખાતે સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું

ગોધરા, (પંચમહાલ) ઇશહાક રાંટા :-

ભારત સરકારના “સ્વચ્છતા હી સેવા ૨૦૨૪” અભિયાન અંતર્ગત બેંક ઓફ બરોડાના પ્રાદેશિક વડા કૌશલ કિશોર પાંડે, નાયબ પ્રાદેશિક વડા દીપક રાવત અને લીડ ડિસ્ટ્રિક્ટ મેનેજર સત્યેન્દ્ર રાવની આગેવાની હેઠળ બેંક ઓફ બરોડાની ટીમ દ્વારા ગોધરામાં આવેલ અટલ ગાર્ડન એમ્ફી થિયેટર ખાતે સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું હતું.

બેંક ઓફ બરોડાની ટીમ દ્વારા અટલ ગાર્ડન, એમ્ફી થિયેટરની સફાઈ કરી તેને સ્વચ્છ બનાવીને વધુ આકર્ષક અને આનંદપ્રદ જાહેર સ્થળમાં રૂપાંતરિત કરવામાં આવ્યું હતું.

બેંક ઓફ બરોડાએ અગાઉ પણ વિવિધ કોમ્યુનિટી સર્વિસ ડ્રાઇવનું આયોજન કર્યું છે, જે બેંક ઓફ બરોડાની સામાજિક જવાબદારી અને ટકાઉપણું પ્રત્યેની પ્રતિબદ્ધતા દર્શાવે છે.