અમદાવાદમાં તોલમાપ વિભાગની કડક કાર્યવાહી: એક વર્ષમાં 772 વેપારીઓ સામે કેસ, કરોડોની ચકાસણી ફી અને લાખોનો દંડ વસૂલાયો…

ગોધરા,(પંચમહાલ) નવાઝ શેખ :-

અમદાવાદ: ગ્રાહકોના હિતોના રક્ષણ અને વેપારમાં પારદર્શિતા જળવાઈ રહે તે માટે અમદાવાદના કાનૂની માપ વિજ્ઞાન અને ગ્રાહક સુરક્ષા વિભાગે છેલ્લા એક વર્ષ દરમિયાન વ્યાપક ચકાસણી અભિયાન હાથ ધર્યું છે. આ કામગીરી દરમિયાન 772 વેપારીઓ સામે કેસ નોંધવામાં આવ્યા છે, જ્યારે ચકાસણી મુદ્રાંકન ફી અને દંડ પેટે કરોડો રૂપિયાની વસૂલાત કરવામાં આવી છે.

ચકાસણી દરમિયાન રૂ. 5 કરોડથી વધુ ફી વસૂલાઈ

મદદનીશ નિયંત્રક એચ. એ. ઠક્કર દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, જૂન-2025થી જૂન-2026 દરમિયાન વિભાગે ચકાસણી અને અમલીકરણની કામગીરી દરમિયાન કુલ રૂ. 5,05,22,554ની ચકાસણી મુદ્રાંકન ફી વસૂલ કરી છે.

772 કેસ નોંધાયા, રૂ. 21.79 લાખનો દંડ વસૂલાયો

આ સમયગાળા દરમિયાન વિભાગે કુલ 772 કેસ નોંધ્યા હતા. તેમાં વજન અને માપ સંબંધિત 652 કેસ તેમજ PCR સંબંધિત 120 કેસનો સમાવેશ થાય છે.

કેસોની કાર્યવાહી અંતર્ગત વજન-માપ સંબંધિત કેસોમાં રૂ. 10,97,400 અને PCR સંબંધિત કેસોમાં રૂ. 10,82,000નો દંડ વસૂલવામાં આવ્યો હતો. આમ, કુલ મળીને રૂ. 21,79,400નો દંડ વસૂલ કરવામાં આવ્યો છે.

ગ્રાહકોના હિત અને પારદર્શિતા માટે કાર્યવાહી

કાનૂની માપ વિજ્ઞાન અને ગ્રાહક સુરક્ષા વિભાગનું કહેવું છે કે આવી નિયમિત ચકાસણીનો મુખ્ય હેતુ વેપારમાં પારદર્શિતા જાળવવાનો, વજન-માપની ચોકસાઈ સુનિશ્ચિત કરવાનો અને ગ્રાહકોના અધિકારોનું રક્ષણ કરવાનો છે. વિભાગ આગામી સમયમાં પણ આવી કાર્યવાહી વધુ અસરકારક રીતે ચાલુ રાખશે.



આ પણ વાંચો :-