નસવાડી,(છોટાઉદેપુર) જાવેદ એન કુરેશી :-

તા.૬/૧૧/૨૦૨૪ના રોજ જર્જરિત ટાંકી તોડી નખાઈ હતી આશરે પચાસ વર્ષ થી વધુ સમય થી બનેલ ટાંકી જર્જરિત થઈ ગઈ હતી તે પડી જવા જેવી પરિસ્થિતિ સર્જાઈ હતી અને આપો આપ ટાંકી પડી જાય તો નુકશાન થાય તેમ હતુ અને વારંવાર પંપ ઓપ્રેટરે રજૂઆત કરતા ટાંકીની પરિસ્થિતિ જોતા ટાંકી તોડવાનું નક્કી કરતા પાણીની પચાસ ફુટ ઊંચી અને વીસ હજાર ગેલન પાણી સંગ્રહ કરતી ટાંકી તોડી પાડી હતી અને ત્યાર બાદ પાણીની સમસ્યા વધતી જતી હતી પરંતુ તલાટી મહેશ રાવલ દ્વારા તા.૧૦/૧૧/૨૦૨૪ના રોજ સવાર થી ઉભા પગે પંચાયત ના કર્મચારીઓ સહિત રાતના મોડા સુધી કામગીરી કરાવી હતી અને સવારે ગામના લોકોને પાણી ની સગવડતા મળે તે માટે સતત પ્રયત્નો કર્યા હતા અને ગામ લોકોને પાણી પુરૂ પાડવામાં આવ્યુ હતું.