ગાંધીનગર મનપાના નવા મેયર તરીકે રૂપસિંહ ઠાકોરની વરણી, અંજના મહેતા ડેપ્યુટી મેયર; મહેન્દ્ર પટેલને સ્ટેન્ડિંગ કમિટીની જવાબદારી

ગોધરા,(પંચમહાલ) નવાઝ શેખ :-

Kalam Ki Sarkar News / Gandhinagar: ગાંધીનગર મહાનગરપાલિકામાં ભાજપની જીત બાદ નવા પદાધિકારીઓની વરણી કરવામાં આવી છે. મેયર તરીકે રૂપસિંહ ઠાકોર, ડેપ્યુટી મેયર તરીકે અંજના મહેતા અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે મહેન્દ્ર પટેલની પસંદગી કરવામાં આવી છે. ચૂંટણી પરિણામ જાહેર થયાના 20 દિવસ બાદ આ વરણી થતાં મનપામાં નવી ટીમની રચના પૂર્ણ થઈ છે.

મેન્ડેટ ન મળતાં વરણીની પ્રક્રિયામાં વિલંબ

મંગળવાર, 3 નવેમ્બરના રોજ ગાંધીનગર મનપાની સામાન્ય સભામાં વિવિધ હોદ્દાઓ માટે વરણીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જોકે, ભાજપના સભ્યો માટે પક્ષનું મેન્ડેટ સમયસર ન પહોંચતાં નિર્ણય લેવામાં વિલંબ થયો હતો. આ મુદ્દે કોંગ્રેસના સભ્યોએ મનપા કમિશનર સમક્ષ રજૂઆત કરી હતી. અંતે ભાજપના શહેર પ્રભારી બપોરે દોઢ વાગ્યે મેન્ડેટ લઈને મનપા કચેરી પહોંચ્યા હતા. ત્યારબાદ બેઠકમાં નવા પદાધિકારીઓનાં નામ જાહેર કરવામાં આવ્યાં હતાં.

29 વર્ષીય રૂપસિંહ ઠાકોર પ્રથમ વખત ચૂંટાઈને મનપામાં પહોંચ્યા

મેયર તરીકે પસંદ થયેલા 29 વર્ષીય રૂપસિંહ ઠાકોર પ્રથમ વખત ચૂંટણી લડીને ગાંધીનગર મહાનગરપાલિકામાં પહોંચ્યા છે. ડેપ્યુટી મેયર તરીકે અંજના મહેતાની પસંદગી કરવામાં આવી છે, જ્યારે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે મહેન્દ્ર પટેલને જવાબદારી સોંપવામાં આવી છે.

કર્મજીતસિંહ વાઘેલા બન્યા વિપક્ષના નેતા

ભાજપ દ્વારા સત્તાના મહત્ત્વના હોદ્દાઓ માટે વરણી કરવામાં આવી હતી, ત્યારે કોંગ્રેસે પણ પોતાના વિપક્ષના નેતાનું નામ જાહેર કર્યું છે. કોંગ્રેસે કર્મજીતસિંહ વાઘેલાને વિપક્ષના નેતા તરીકેની જવાબદારી સોંપી છે.

મનપામાં વિપક્ષમાં 5 કોંગ્રેસી સભ્યો સાથે એક અપક્ષ

આ વખતે ગાંધીનગર મહાનગરપાલિકામાં વિપક્ષની રચનામાં કોંગ્રેસના પાંચ ચૂંટાયેલા સભ્યો સાથે એક અપક્ષ સભ્યનો સમાવેશ થશે. ગત ટર્મની સરખામણીએ આ વખતે વિપક્ષમાં સભ્યોની સંખ્યા વધુ હોવાથી સામાન્ય સભામાં વિવિધ મુદ્દાઓ પર વિપક્ષ પોતાની રજૂઆતો કરી શકશે.



આ પણ વાંચો :-