NEET-UG 2026 પર સુપ્રીમ કોર્ટનું કડક વલણ, NTA ઓફિસ જઈ સિસ્ટમની તપાસના સંકેત

ગોધરા,(પંચમહાલ) નવાઝ શેખ :-

Kalam Ki Sarkar News / New Delhi: NEET-UG 2026ના કથિત પેપર લીક અને નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA)માં સુધારા અંગેની અરજીઓની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે કડક વલણ અપનાવ્યું હતું. જસ્ટિસ પી.એસ. નરસિંહા અને જસ્ટિસ અલોક અરાધેની બેન્ચે NTAની કાયમી ઓફિસની મુલાકાત લઈને ત્યાંની સિસ્ટમ, મેનપાવર અને અન્ય વ્યવસ્થાઓ ખરેખર કેવી રીતે કામ કરી રહી છે તે તપાસવાના સંકેત આપ્યા હતા.

‘સુધારા માત્ર રિપોર્ટ સુધી સીમિત ન રહે’

સુનાવણી દરમિયાન કોર્ટે ભાર મૂક્યો હતો કે NTAમાં સુધારા માટેની ભલામણો માત્ર રિપોર્ટ અથવા કાગળ પૂરતી સીમિત ન રહેવી જોઈએ, પરંતુ તેનો વાસ્તવિક અમલ થવો જરૂરી છે. કોર્ટ NTAની વ્યવસ્થા અને સુધારાઓ જમીની સ્તરે કેવી રીતે અમલમાં આવ્યા છે તે અંગે માહિતી મેળવવા માગે છે.

NTAના સુધારા અંગે એફિડેવિટનો આદેશ

સુપ્રીમ કોર્ટે NTAમાં સુધારા અંગે અત્યાર સુધી થયેલી પ્રગતિ અને હાઈ-પાવર્ડ ટાસ્ક ફોર્સના કામ અંગે વિસ્તૃત એફિડેવિટ રજૂ કરવાનો નિર્દેશ આપ્યો છે. નંદન નીલેકણીના નેતૃત્વ હેઠળની ટાસ્ક ફોર્સે વિવિધ પક્ષકારો સાથે ચર્ચા કરી હોવાનું કેન્દ્ર તરફથી કોર્ટને જણાવાયું હતું.

કોર્ટે NTAને સુધારા અને પ્રગતિ અંગેની માહિતી ધરાવતું એફિડેવિટ પોતાની સત્તાવાર વેબસાઈટ પર અપલોડ કરવાનો પણ નિર્દેશ આપ્યો છે. વિદ્યાર્થીઓ, રાજ્યો અને અન્ય સંબંધિત પક્ષકારો પોતાના સૂચનો માટે નિર્ધારિત ઈ-મેઈલનો ઉપયોગ કરી શકશે. અપડેટેડ એફિડેવિટ રેકોર્ડ પર આવ્યા બાદ જ મામલે આગળની સુનાવણી હાથ ધરાશે.



આ પણ વાંચો :-