રાજપીપલા, (નર્મદા) આશિક પઠાણ :-

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગૃહ મંત્રી અમિત શાહ સહિત ભાજપા અધ્યક્ષ જે પી નડ્ડા ભાજપા શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ ની સૂચક હાજરી
વિધાનસભાની ચૂંટણીઓ જીતી ભાજપાએ સતત ત્રીજીવાર હરિયાણામાં સરકાર બનાવી હતી અને આજરોજ નાયબ સિંહ શેની ને હરિયાણાના બીજીવાર મુખ્યમંત્રી બનવાનો અનેરો અવસર પ્રદાન થયો હતો તેઓએ પોતાના પ્રધાનમંત્રીના તેર મંત્રીઓ સાથે મુખ્યમંત્રી પદના શપથ ગ્રહણ કર્યા હતા.
હરિયાણાના પંચકુલા ખાતે યોજાયેલા મુખ્યમંત્રીના શપથ ગ્રહણ સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહ મંત્રી અમિત શાહ, ભાજપા અધ્યક્ષ જેપી નડ્ડા, સરક્ષણ મંત્રી રાજનાથ સિંહ, માર્ગ મંત્રી નિતીન ગડકરી, ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવ, આસામના મુખ્યમંત્રી હેમંત બીસવા, આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાયા નાયડુ સહિતના મહાનુભાવો શપથ ગ્રહણ સમારોહમાં ઉપસ્થિત રહ્યા હતા,
હરિયાણાના પંચકૂલા ખાતે યોજાયેલા શપથ ગ્રહણ સમારોહમાં હરિયાણાના રાજ્યપાલ દત્તાત્રેય હાસબોલે એ મુખ્યમંત્રી નાયબ સિંહ સૈની સહિત અન્ય મંત્રીઓને ગોપનીયતાના શપથ લેવડાવ્યા હતા, શપથ ગ્રહણ નો કાર્યક્રમ યોજાયો હતો જેમાં મોટી સંખ્યામાં રાજકીય નેતાઓ સહિત ભાજપા ના કાર્યકરો અને આમ જનતા ઉપસ્થિત રહી હતી.
નાયબસિંહ શેની ને હરિયાણાના બીજીવાર ના મુખ્યમંત્રી બનવાનો અવસર પ્રદાન થયો હતો આ અગાઉ નાયબસિંગ સહીને ભાજપા વિધાયક મંડળના નેતા તરીકે ચુંટી કાઢવામાં આવ્યા હતા તેઓએ બુધવારે હરિયાણાના રાજ્યપાલ દત્તાત્રે હોર્સ બોલીને મળીને સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો હતો ભાજપા ના વિધાયક તરીકે સતત સાતમી વાર વિજેતા થયેલા અનિલ વિજ પણ મુખ્યમંત્રી પદના દાવેદાર તરીકે બહાર આવ્યા હતા અને તેઓએ પણ મુખ્યમંત્રી પદની દાવેદારી કરી હતી જેથી હરિયાણામાં મામલો બીચ કે નહીં એ માટે ગૃહ મંત્રી અમિત શાહ એ આગેવાની લઈ સમગ્ર મામલાને થાળે પાડ્યો હતો આને ભાજપા ના વિધાયક મંડળની બેઠક મળી જેમાં નાયબ સિંહ શેની ના મુખ્યમંત્રી તરીકેના નામની દરખાસ્ત અનિલ વિજય જાતે જ મૂકી હતી જેથી વિવાદોનો અંત આવ્યો હતો અને આજરોજ નાયબ સિંગ શેની મુખ્યમંત્રી પદના શપથ ગ્રહણ કર્યા હતા મુખ્યમંત્રી પદના સપથ ગ્રહણ કર્યા બાદ પોતાના પ્રધાનમંદળ ના મંત્રીઓને પણ શપથ લેવડાવ્યા હતા જેમાં અનિલ વીજ, કૃષ્ણલાલ પવાર, રાવ નરવીર, મહિપાલ ઢાંઢા, શ્રુતિ ચૌધરી,કૃષ્ણ બેદી, વિપુલ ગોયલ, અરવિંદ પરમાર, ગૌરવ ગૌતમ,રાજેશ નગર, આરતી સીંગ રાવ, શ્યામ સીંગ રાણા, નો સમાવેશ થાય છે.