પંચમહાલ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ…

ગોધરા,(પંચમહાલ) નવાઝ શેખ :-

પંચમહાલ: પંચમહાલ જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ હતી.

બેઠક દરમિયાન જિલ્લા કલેક્ટરે જન પ્રતિનિધિઓ દ્વારા રજૂ કરવામાં આવેલા વીજ જોડાણ, રોડ-રસ્તા, ચોમાસા દરમિયાન પાણી ભરાવાના પ્રશ્નો, મહેસૂલ, પુરવઠા તથા આરોગ્ય વિભાગને લગતા પ્રજાલક્ષી પ્રશ્નો અંગે યોગ્ય કાર્યવાહી કરી ઝડપી નિકાલ કરવા સંબંધિત અધિકારીઓને સૂચના આપી હતી.

આ ઉપરાંત પડતર અરજીઓના નિકાલ, આરોગ્યલક્ષી સેવાઓમાં વધારો, વિવિધ યોજનાઓના સહાય વિતરણ સહિત નાગરિકોને સ્પર્શતા વિવિધ પ્રશ્નોનું સકારાત્મક અભિગમ સાથે ઝડપી અને યોગ્ય નિરાકરણ લાવવા અધિકારીઓને માર્ગદર્શક સૂચનો આપવામાં આવ્યા હતા.

બેઠકમાં CM ડેશબોર્ડ, PG પોર્ટલ તથા સ્વાગત કાર્યક્રમ અંતર્ગતની અરજીઓનો પણ સમયસર નિકાલ કરવા જિલ્લા કલેક્ટરે સંબંધિત અધિકારીઓને સૂચના આપી હતી. તેમજ ચાઈલ્ડ લેબર ટાસ્ક અને સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ અંગે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ નીરજભાઈ પટેલ, ધારાસભ્ય જયદ્રથસિંહ પરમાર, ધારાસભ્ય શ્રીમતી નિમિષાબેન સુથાર, જિલ્લા વિકાસ અધિકારી પ્રણવ વિજયવર્ગીય, નિવાસી અધિક કલેક્ટર જે.જે. પટેલ, પ્રાંત અધિકારીશ્રી સહિત સંકલન સમિતિના વિવિધ વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.



આ પણ વાંચો :-