લુણાવાડાના સુવા ગામનું છયણા ફળિયું સંપર્કવિહોણું, ભારે વરસાદથી 500થી 600 લોકો ફસાયા…

લુણાવાડા, (મહીસાગર) મોહમ્મદ મિર્ઝા :-

લુણાવાડાના સુવા ગામનું છયણા ફળિયું સંપર્કવિહોણું, ભારે વરસાદથી 500થી 600 લોકો ફસાયા

લુણાવાડા: મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકામાં સવારથી મુશળધાર વરસાદ વરસી રહ્યો છે. સતત પડી રહેલા ભારે વરસાદને કારણે સુવા ગામ પાસે આવેલા છયણા ફળિયા તરફ જવાના મુખ્ય માર્ગ પર પૂરના પાણી ફરી વળ્યા છે.

મુખ્ય માર્ગ પર પાણી ભરાઈ જતાં રસ્તો સંપૂર્ણપણે જળમગ્ન બની ગયો છે. જેના કારણે છયણા ફળિયાનો આસપાસના વિસ્તાર સાથેનો સંપર્ક તૂટી ગયો છે અને અવરજવર પણ પ્રભાવિત થઈ છે.

છયણા ફળિયામાં રહેતા અંદાજે 500થી 600 લોકો હાલ સંપર્કવિહોણી સ્થિતિમાં ફસાયા હોવાની માહિતી સામે આવી છે. ભારે વરસાદ અને રસ્તા પર ફરી વળેલા પૂરના પાણીને કારણે સ્થાનિક લોકો માટે આવન-જાવન મુશ્કેલ બની છે.

સવારથી સતત વરસાદના કારણે પરિસ્થિતિ વધુ ગંભીર બની રહી છે. મુખ્ય માર્ગ પર પાણી ફરી વળતાં સ્થાનિકોમાં પણ ચિંતા જોવા મળી રહી છે. હાલ છયણા ફળિયાના લોકો સુધી પહોંચવા અને પરિસ્થિતિ પર નજર રાખવા માટે તંત્રની કામગીરી પર સૌની નજર છે.



આ પણ વાંચો :-