JPSC પરીક્ષા વિવાદે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું: 10 દિવસથી વિદ્યાર્થીઓ રસ્તા પર, પરીક્ષા રદ અને CBI તપાસની માંગ અડગ…

ગોધરા,(પંચમહાલ) નવાઝ શેખ :-

રાંચી: ઝારખંડની રાજધાની રાંચીના જયપાલ સિંહ મુંડા સ્ટેડિયમમાં JPSC (ઝારખંડ લોક સેવા આયોગ)ની 14મી સંયુક્ત સિવિલ સેવા પ્રારંભિક પરીક્ષામાં કથિત ગેરરીતિના વિરોધમાં વિદ્યાર્થીઓનું આંદોલન સતત દસમા દિવસે પણ યથાવત રહ્યું છે. 25 જુલાઈથી શરૂ થયેલું આંદોલન હવે વધુ ઉગ્ર બન્યું છે. જોકે આંદોલન બે જૂથોમાં વહેંચાઈ ગયું છે, તેમ છતાં બંને જૂથોની મુખ્ય માંગણીઓ યથાવત છે.

વિદ્યાર્થીઓનો મુખ્ય આક્ષેપ છે કે 14મી JPSC PT પરીક્ષામાં મોટા પાયે ગેરરીતિ થઈ છે. તેઓ પરીક્ષા રદ કરવાની, સમગ્ર મામલાની CBI તપાસ કરાવવાની તેમજ ભવિષ્યમાં પારદર્શક ભરતી પ્રક્રિયા માટે નિયમિત વાર્ષિક પરીક્ષા કેલેન્ડર જાહેર કરવાની માંગ કરી રહ્યા છે.

આંદોલનના એક જૂથનું નેતૃત્વ JLKMના દેવેન્દ્ર મહતો કરી રહ્યા છે, જ્યારે બીજા જૂથના બ્રહ્માનંદ આમરણાંત અનશન પર બેઠા છે. બંનેએ સ્પષ્ટ જણાવ્યું છે કે માંગણીઓ પૂર્ણ ન થાય ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે.

દરમિયાન CIDની તપાસમાં કેટલાક કર્મચારીઓ અને પરીક્ષા આયોજન સાથે સંકળાયેલા લોકો પાસેથી વિદ્યાર્થીઓની OMR શીટ અને એડમિટ કાર્ડ મળી આવ્યા હોવાનું સામે આવ્યું છે. આ મામલે કેટલાક લોકોની ધરપકડ કરવામાં આવી છે અને તપાસ આગળ ધપાવવામાં આવી રહી છે.

વિદ્યાર્થીઓનું કહેવું છે કે તેઓ રોજગારી અને પારદર્શક ભરતી પ્રક્રિયા માટે લડી રહ્યા છે. મોટી સંખ્યામાં સ્થાનિક લોકો પણ વિદ્યાર્થીઓને નૈતિક સમર્થન આપી રહ્યા છે, જ્યારે સ્ટેડિયમમાં શાંતિપૂર્ણ રીતે વિરોધ પ્રદર્શન ચાલુ છે.



આ પણ વાંચો :-