ઇમ્તિયાઝ અલીની આગામી લવ સ્ટોરીમાં ફરી ચમકશે શર્વરી-વેદાંગની જોડી, નવેમ્બરથી શૂટિંગ શરૂ થશે…

ગોધરા,(પંચમહાલ) નવાઝ શેખ :-

મુંબઈ: જાણીતા ફિલ્મ નિર્માતા અને દિગ્દર્શક ઇમ્તિયાઝ અલી પોતાની આગામી રોમેન્ટિક ફિલ્મ માટે ફરી એકવાર અભિનેત્રી શર્વરી અને અભિનેતા વેદાંગ રૈનાની જોડીને લઈને આવી રહ્યા છે. ‘મૈં વાપસ આઉંગા’ બાદ બંને કલાકારો ફરી એકસાથે સ્ક્રીન શેર કરશે.

માહિતી અનુસાર, ફિલ્મની પટકથા સંપૂર્ણ તૈયાર થઈ ગઈ છે અને ઇમ્તિયાઝ અલીએ તેને અંતિમ મંજૂરી પણ આપી દીધી છે. ફિલ્મની મુખ્ય સ્ટારકાસ્ટ લગભગ નક્કી થઈ ચૂકી છે અને નવેમ્બર મહિનાથી શૂટિંગ શરૂ કરવાની તૈયારીઓ તેજ બની ગઈ છે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે, શર્વરી અને વેદાંગ રૈનાની ઓન-સ્ક્રીન કેમિસ્ટ્રીને દર્શકો તરફથી સારો પ્રતિસાદ મળતા ઇમ્તિયાઝ અલીએ આ જોડીને ફરી તક આપવાનો નિર્ણય લીધો છે. તેમની આગામી ફિલ્મ પણ ઇમ્તિયાઝ અલીની આગવી શૈલીની અનોખી અને ભાવનાત્મક લવ સ્ટોરી હશે તેવી ચર્ચા છે.

છેલ્લા ઘણા મહિનાઓથી ઇમ્તિયાઝ અલી આ ફિલ્મની વાર્તા અને સ્ક્રિપ્ટ પર ઝીણવટભર્યું કામ કરી રહ્યા હતા. હવે ફિલ્મનું પ્રી-પ્રોડક્શન અંતિમ તબક્કામાં પહોંચી ગયું છે.

ફિલ્મનું સત્તાવાર શીર્ષક તેમજ અન્ય કલાકારોના નામ અંગેની જાહેરાત પ્રોડક્શન શરૂ થયા બાદ કરવામાં આવશે. ઇમ્તિયાઝ અલીની ફિલ્મોને પસંદ કરનારા ચાહકોમાં આ નવી લવ સ્ટોરીને લઈને અત્યારથી જ ઉત્સુકતા જોવા મળી રહી છે.



આ પણ વાંચો :-