વડોદરાના બિલ વિસ્તારમાં માર્ગ ધસી પડતાં વિશાળ ભૂવો: એક તરફનો રસ્તો બંધ, સ્થાનિકોને હાલાકી…

ગોધરા,(પંચમહાલ) નવાઝ શેખ :-

નવી પાણીની ટાંકી નજીક 12 ફૂટ લાંબો અને 7 ફૂટ પહોળો માર્ગ અચાનક બેસી ગયો; વિકાસકામોની ગુણવત્તા સામે ઉઠ્યા સવાલ

વડોદરા: વડોદરા શહેરના વોર્ડ નં. 12 હેઠળ આવેલા બિલ વિસ્તારમાં વધુ એક માર્ગ ધસી પડતાં વિશાળ ભૂવો સર્જાયો છે. બિલ નવી પાણીની ટાંકી નજીક ઓરો રેસીડેન્સીથી ઓરો પ્રાઇમ સોસાયટી તરફ જતા માર્ગનો અંદાજે 12 ફૂટ લાંબો અને 7 ફૂટ પહોળો ભાગ અચાનક બેસી જતાં વાહનચાલકો અને સ્થાનિકોમાં ચિંતા ફેલાઈ છે.

ઘટનાની જાણ થતાં સુરક્ષાને ધ્યાનમાં રાખીને માર્ગની એક તરફનો વાહનવ્યવહાર તાત્કાલિક બંધ કરવામાં આવ્યો હતો. જેના કારણે સ્થાનિક રહેવાસીઓ તેમજ વાહનચાલકોને અવરજવરમાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

આ ઘટનાને લઈને સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. એક કોંગ્રેસી કાર્યકરે આક્ષેપ કર્યો છે કે વિકાસકામોમાં જરૂરી ગુણવત્તા જળવાતી નથી અને કામગીરી દરમિયાન પૂરતું સુપરવિઝન પણ કરવામાં આવતું નથી. જેના પરિણામે નવા બનેલા માર્ગો પણ ટૂંકા સમયમાં ધસી પડતા હોય છે.

સ્થાનિકોનું કહેવું છે કે આવી ઘટનાઓને કારણે માત્ર જનતાને હાલાકી ભોગવવી પડે છે એટલું જ નહીં, પરંતુ ફરીથી સમારકામ પાછળ જાહેર નાણાંનો ખર્ચ પણ કરવો પડે છે. તેમણે તંત્રને તાત્કાલિક સ્થળનું નિરીક્ષણ કરીને માર્ગનું સમારકામ કરવા તેમજ વિકાસકામોની ગુણવત્તાની તપાસ કરવાની માંગ કરી છે.



આ પણ વાંચો :-