નસવાડી, (છોટાઉદેપુર) જાવેદ એન કુરેશી :-

નસવાડી ચાર રસ્તા ખાતે આવતીકાલથી નવરાત્રીની શરૂઆત થવા જઈ રહી છે તે અંતર્ગત માં અંબે નો ભવ્ય આગમન કરવામાં આવ્યું જેમાં પશુપતિનાથ મહાદેવના મંદિરથી સરકાર ચાર રસ્તા સુધી માતાજીનો ભવ્ય વરઘોડો કાઢવામાં આવ્યો નવરાત્રી સરકાર ફળિયા ખાતે વર્ષોથી થાય છે પરંતુ આજે પહેલીવાર માં અંબે નો ભવ્ય વરઘોડો કાઢવામાં આવ્યો જમા ખૂબ મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને આતસબાજી કરવામાં આવી હતી અને આ કાર્યક્રમ શ્રીજી યુવક મંડળ દ્વારા કરવામાં આવ્યો હતો જેમાં માતાજીને શણગારી ઊંચે બેસાડવામાં આવ્યા હતા અને સરકાર ફળિયા આવ્યા બાદ ખેલૈયા ગરબે રમ્યા હતા અને ગરબાની ખૂબ મજા માણી હતી વાતાવરણ તો એવું બની ગયું હતું તે જાણે નવરાત્રી આજથી જ શરૂ થઈ હોય મંડળ દ્વારા મા અંબે આગમન કરવામાં આવ્યું હતું.