Iqbal Union High School દ્વારા યુવા ફિલ્મમેકર આમિર મુલ્લાને “Best Cinematography Award”થી સન્માનિત કરાયા…

ગોધરા,(પંચમહાલ) નવાઝ શેખ :-

ગોધરાની પ્રતિષ્ઠિત શૈક્ષણિક સંસ્થા Iqbal Union High School દ્વારા આ વર્ષનો “Best Cinematography Award” યુવા ફિલ્મમેકર આમિર મુલ્લાને એનાયત કરવામાં આવ્યો છે.

આમિર મુલ્લા પોતાની યુટ્યુબ ચેનલ Aamir Studio દ્વારા ઓળખાય છે, જ્યાં તેઓ શૈક્ષણિક, સામાજિક તેમજ ધાર્મિક વિષયો પર આધારિત ગુણવત્તાસભર વિડિઓઝ રજૂ કરે છે. તેમની અનોખી કેમેરા સ્ટાઇલ, સર્જનાત્મક એડિટિંગ અને અસરકારક પ્રેઝન્ટેશનને ધ્યાનમાં રાખીને શાળા દ્વારા તેમને આ વિશેષ સન્માન આપવામાં આવ્યું છે.

એવોર્ડ સ્વીકારતા આમિર મુલ્લાએ શાળા પરિવાર અને શિક્ષકોનો દિલથી આભાર વ્યક્ત કરતાં જણાવ્યું કે,
“આ સન્માન મારા માટે મોટી પ્રેરણા સમાન છે. હું મારા કાર્ય દ્વારા સમાજમાં સકારાત્મક સંદેશ અને શિક્ષણ પ્રત્યે જાગૃતિ ફેલાવવાનો સતત પ્રયાસ કરતો રહીશ.”

આ પણ વાંચો :-