ઘરફોડ ચોરીના પાંચ ગુન્હામાં નાસતા ફરતા આરોપીને પકડવામાં એસ.ઓ.જી.મહીસાગરને મળેલ સફળતા…

લુણાવાડા,(મહીસાગર) આસીફ શેખ :-

પંચમહાલ ગોધરા રેન્જ પોલીસ મહાનિરીક્ષક આર.વી.અસારી તથા મહીસાગર જિલ્લા પોલીસ અધિક્ષક સફીન હસન નાઓએ નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા તા.૦૯/૦૧/૨૦૨૬ થી ૨૦/૦૧/૨૦૨૬ દિન-૧૨ની ડ્રાઇવનુ આયોજન કરેલ હોય જે મુજબ મહીસાગર એસ.ઓ.જી. પોલીસ ઇન્સ.વી.ડી.ધોરડા નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ પો.સ.ઈ. એ.એમ.બારીઆ તથા એસ.ઓ.જી. સ્ટાફના માણસોની અલગ અલગ ટીમોની રચના કરવામાં આવેલ.

દરમ્યાન એસ.ઓ.જી.પોલીસ ઇન્સ. વી.ડી.ધોરડાનાઓને બાતમી મળેલ કે કોઠંબા પોલીસ સ્ટેશન એ પાર્ટ ગુ.ર.નં.૫૬૧/૨૦૨૫ BNS-૨૦૨૩ની કલમ ૩૦૫,૩૩૧(૩)(૪) મુજબના કામનો આરોપી અત્રેના જીલ્લામાં બાલાસિનોર તાલુકા તથા વિરપુર પો.સ્ટે. વિસ્તારમાં ઘરફોડ ચોરીઓ કરી નાસતો ફરતો હોય જે આરોપી હાલ અમદાવાદ જીલ્લાના સાણંદ પોલીસ સ્ટેશનના મોટીદેવતી ગામે મજુરી કામ કરતો હોવાની ચોક્ક્સ બાતમી આધારે એસ.ઓ.જી.સ્ટાફના હે.કો.રાજેશકુમાર તથા હે.કો.નટવરસિંહ તથા હે.કો.અજીતભાઇ તથા હે.કો.હેમંતકુમાર નાઓને સુચના કરી બાતમીવાળી જગ્યાએ તપાસ કરાવતાં ઉપરોક્ત ગુન્હામાં નાસતો ફરતો આરોપી નરેશભાઇ ઉર્ફે નરી મડીયાભાઇ ભીખાભાઇ ભાભોર રહે.વડવા કટારા ફળીયું, તા.ગરબાડા,જી.દાહોદ વાળો મળી આવતાં હસ્તગત કરી અત્રેના જીલ્લા ખાતે લાવી આગળની કાયદેસરની કાર્યવાહી માટે કોઠંબા પો.સ્ટે. સોપવામાં આવેલ છે.
પકડાયેલ આરોપીઃ- નરેશભાઇ ઉર્ફે નરી મડીયાભાઇ ભીખાભાઇ ભાભોર રહે.વડવા કટારા ફળીયું,
તા.ગરબાડા,જી.દાહોદ

આરોપીનો ગુનાહિત ઇતિહાસઃ-

(৭) કોઠંબા પો.સ્ટે. એ.પાર્ટ ગુ.ર.નં. ૧૧૧૮૭૦૦૫૨૫૦૫૬૧/૨૦૨૫ બી.એન.એસ.-૨૦૨૩ કલમ ૩૦૫,૩૩૧(૩)(૪) મુજબના ગુન્હામાં વોન્ટેડ.

(२) બાલાસિનોર તાલુકા એ.પાર્ટ ગુ.ર.નં. ૧૧૧૮૭૦૧૧૨૫૦૨૦૫/૨૦૨૫ બી.એન.એસ.-૨૦૨૩ કલમ ૩૦૫(એ),૩૩૧(૪),૧૧૨ મુજબના ગુન્હામાં વોન્ટેડ.

(૩) બાલાસિનોર તાલુકા એ.પાર્ટ ગુ.ર.નં. ૧૧૧૮૭૦૧૧૨૫૦૨૨૬/૨૦૨૫ બી.એન.એસ.-૨૦૨૩ કલમ ૩૦૫(એ),૩૩૧(૨)(૪),૧૧૨.૫૪ મુજબના ગુન્હામાં વોન્ટેડ.

(૪) વીરપુર પોલીસ સ્ટેશન એ.પાર્ટ ગુ.ર.નં.૧૧૧૮૭૦૦૮૨૫૦૩૭૯/૨૦૨૫ બી.એન.એસ.-૨૦૨૩ કલમ ૩૦૫(ડી),૩૩૧(૪) મુજબના ગુન્હામાં વોન્ટેડ.

(૫) વીરપુર પોલીસ સ્ટેશન એ.પાર્ટ ગુ.ર.નં.૧૧૧૮૭૦૦૮૨૫૦૩૯૯/૨૦૨૫ બી.એન.એસ.-૨૦૨૩ કલમ ૩૦૫(એ),૩૩૧(૪),૫૪ મુજબના ગુન્હામાં વોન્ટેડ.

કામગીરી કરનાર અધિકારી/કર્મચારીઓઃ-
પોલીસ ઇન્સ વી.ડી.ધોરડા, પો.સ.ઈ એ.એમ.બારીઆ
એ.એસ.આઇ. કિર્તિપાલસિંહ,એ.એસ.આઇ.અમરસિંહ, હે.કો. રાજેશકુમાર, હે.કો.અક્ષયકુમાર, હે.કો.પ્રતાપભાઇ, હે.કો. અજીતભાઇ, હે.કો.હેમંતકુમાર, હે.કો.નટવરસિંહ, પો.કો.નથુભાઇ, પો.કો.મયુરસિંહ