હાલોલમાં એમ.જી.એમ. હાઇસ્કુલ ખાતે તા.૧૬ ડિસેમ્બરના રોજ માર્ગદર્શન અને કારકિર્દીલક્ષી સેમિનાર યોજાશે…

ગોધરા,(પંચમહાલ) નવાઝ શેખ:-

આણંદ કૃષિ યુનિવર્સિટી દ્વારા ચાલી રહેલ કૃષિ તેમજ તેને સંલગ્ન ધોરણ ૧૨ પછીના સ્નાતક કક્ષાના અને ધોરણ ૧૦ પછીના ડિપ્લોમા કક્ષાના અભ્યાસક્રમો વિશે માહિતગાર કરવા હાલોલમાં એમ.જી.એમ. હાઇસ્કુલ ખાતે તા.૧૬ ડિસેમ્બરના રોજ માર્ગદર્શન અને કારકિર્દીલક્ષી સેમિનારનું આયોજન કરવામાં આવ્યુ છે.
આણંદ કૃષિ યુનિવર્સિટી, આણંદ દ્વારા ચાલતા કૃષિ, બાગાયત, કૃષિ ઈજનેરી, ફૂડ ટેક્નોલૉજી, એગ્રીકલ્ચરલ ઇન્ફોર્મેશન ટેક્નોલૉજી જેવા વિવિધ ડિપ્લોમા અને સ્નાતક ક્ક્ષાના અભ્યાસક્રમોની એડમીશન પ્રક્રિયા અંગે , જેતે અભ્યાસક્રમ પૂર્ણ કર્યા બાદ રાજગારીની તકો અંગે તેમજ પ્રવર્તમાન સમયમાં આ અભ્યાસક્રમોની અગત્યતા અંગે પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકાના વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ તથા ઉચ્ચતર માધ્યમિક શાળાઓના શિક્ષકોને માહિતગાર કરવા માટેનો આ માર્ગદર્શન સેમિનાર તારીખ ૧૬/૧૨/૨૦૨૫ ના રોજ સવારે ૧૦-૩૦ કલાકે એમ.જી.એમ. હાઇસ્કુલ, હાલોલ ખાતે યોજાનાર છે. આ સેમિનારમાં માર્ગદર્શન અને કારકિર્દીલક્ષી માહિતી આપવા માટે આણંદ કૃષિ યુનિવર્સિટીના તજજ્ઞો અને અધિકારીઓ ઉપસ્થિત રહેશે.