પોલીસ દ્વારા જનસંપર્ક સભાનું આયોજન:પંચમહાલ પોલીસ હેડ ક્વાર્ટર ખાતે આવેલા તાલીમ ભવન ખાતે જનસંપર્ક સભાનો આયોજન કરાયું, મોટી સંખ્યામાં ગોધરાના નગરજનો ઉપસ્થિત રહ્યા

પંચમહાલ પોલીસ વિભાગ દ્વારા પંચમહાલ રેન્જના આઈ.જી.પી. આર વી અસારી માર્ગદર્શન હેઠળ અને જિલ્લા પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકી અધ્યક્ષતામાં પંચમહાલ પોલીસ હેડ ક્વાર્ટર ખાતે જન સંપર્ક સભાનો આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં ગોધરાના નગરજનો ઉપસ્થિત રહ્યા હતા. પંચમહાલ જિલ્લા પોલીસ દ્વારા ગુજરાતમાં નાણા ધીરધાર અધિનિયમ 2011ના અન્વયે વ્યાજખોરોના વિરુદ્ધમાં જનજાગૃતિ લાવવા માટે પંચમહાલ જિલ્લા પોલીસ દ્વારા જનસંપર્ક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું.

આજરોજ પોલીસ ખાતે આવેલા જિલ્લા તાલીમ ભવન ખાતે ગુજરાત નાણા ધીરધાર અધિનિયમ 2011 મુજબ અને મધ્યમ વર્ગના લોકો વ્યાજખોરોના ચુંગલ માંથી બચવા અને જરૂરિયાતમંદ લોકો લોન મેળામાં વધારેમાં વધારે હાજર રહે અને સરળતાથી લોન મેળવવાની માહિતીઓથી તથા લોન મેળવવા માટે આઠથી વધુ રાષ્ટ્રીયકૃત બેંક, ખાનગી બેન્ક તરફથી માહિતગાર કરવામાં આવ્યા હતા. તથા સ્થળ પર જ લોન પ્રક્રિયા કરવા માટે બેંક કર્મચારીઓ તથા સરકારી કર્મચારીઓ હાજર રહ્યા હતા

ગોધરા શહેર જિલ્લાના જરૂરીયાતમંદ નાગરિકોને સરળતાથી લોન મેળવવા અંગેની માહીતી મળી રહે અને સરકારના ધારા ધોરણ મુજબની લોન મળી રહે તે હેતુથી સાયબર ફોર્ડથી બચવા માટે પંચમહાલ જિલ્લાના પોલીસ હેડ કવાર્ટર આવેલ ગોધરા તાલીમ ભવન ખાતે જનસંપર્ક સભાનું આયોજન કરાયું.