નસવાડી, (છોટાઉદેપુર) જાવેદ એન કુરેશી :-

આજે ૫સપ્ટેમ્બર શિક્ષક દિન ની ઉજવણી શાળાઓમાં ઉમંગભેર કરવામાં આવી શિક્ષક દિન ની ઉજવણીના ભાગરૂપે શાળાનુ સંચાલન વિદ્યાર્થીઓ દ્રારા કરવામાં આવ્યુ હતુ શાળાના વિદ્યાર્થીઓને શિક્ષક બનાવવામા આવ્યા હતા શિક્ષક દિન શા માટે ઉજવવમ આવેછે? ભારત દેશના પ્રથમ ઉપ રાષ્ટ્રપતિ અને બીજા રાષ્ટ્રપતિ એવા ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણ નો જન્મ દિવસ ૫ સપ્ટેમ્બર શિક્ષક દિન તરીકે ઉજવવાની શરૂઆત થઈ હતી જેમ આપણા માતા પિતા આપણને જન્મ આપેછે અને પાલન પોષણ કરેછે જ્યારે શિક્ષક વિદ્યાર્થીને જીવન જીવવાની કળા શીખવાડે છે સાચુ માર્ગદર્શન આપેછે દરેક વાતમા આપણને પ્રોત્સાહિત કરેછે એટલે આપને શિક્ષકનુ ઋણ ચૂકવી શકતા નથી માટે આપણે શિક્ષકને ભૂલવા જોઈએ નહી ભલે આપણે ગમે તેટલા ઉચા સ્થાન પર પોહંચી જઈએ શિક્ષકનુ મુલ્ય કોઈ પણ વિદ્યાર્થી ચુકવી શકતુ નથી આપણા સમાજમા શિક્ષકનુ મહત્વ ગુરૂ સમાન છે માટે અગર પ્રાથમિક શાળા ખાતે વિધાર્થીઓ પેન્ટ શર્ટ શુટ જેવા વસ્ત્રો પહેરી શાળામા શિક્ષક બની આવ્યા હતા અને ભણાવવાનો અવસર મળ્યો હતો એક દિવસ માટે બનેલા શિક્ષકોએ વિદ્યાર્થીઓને હોંશે હોંશે ભણાવ્યા હતા અને એમને શિક્ષકનુ મહત્વ સમજાયુ હતુ અને છેલ્લે શિક્ષક બનેલા વિદ્યાર્થીઓએ પોતાના અનુભવો રજુ કર્યા હતા આમ શિક્ષક દિન સમારંભની પુર્ણાહુતિ કરવામા આવી હતી.