ગોધરા,(પંચમહાલ) નવાઝ શેખ:-

ગોધરાની શેઠ પી.ટી. આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ ખાતે તા. 7 અને 8 માર્ચ, 2026ના રોજ “સરદાર પટેલ લાઈફ એન્ડ વર્ક” વિષય પર બે દિવસીય નેશનલ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.ઉદ્ઘાટન સમારોહતા. 7 માર્ચ, 2026ના રોજ નેશનલ સેમિનારનો ઉદ્ઘાટન સમારોહ યોજાયો. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય અને પ્રાર્થના સાથે કરવામાં આવી હતી. ત્યારબાદ કોલેજના માનનીય આચાર્યશ્રી ડો. એમ.બી. પટેલે ઉપસ્થિત મહેમાનોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું.નેશનલ સેમિનારના સેક્રેટરી ડો. સુરેશ પટેલે મંચસ્થ મહેમાનોનો પરિચય કરાવ્યો હતો. સેમિનારના અધ્યક્ષ તરીકે ઉપસ્થિત માનનીય વાઈસ ચાન્સેલર પ્રો. ડો. હરિભાઈ કાતરીયાનું ખાદીનો રૂમાલ, સાલ અને મોમેન્ટો આપી સ્વાગત કરવામાં આવ્યું હતું. પંચમહાલ શિક્ષણ પ્રચારક મંડળના પ્રમુખશ્રી ભૂપેશભાઈ શાહનું પણ ખાદીનો રૂમાલ, સાલ અને મોમેન્ટો આપી સ્વાગત કરવામાં આવ્યું હતું.શ્રી ભૂપેશભાઈ શાહે કોલેજના સમગ્ર સ્ટાફને નેશનલ સેમિનારના આયોજન બદલ અભિનંદન પાઠવ્યા હતા. કાર્યક્રમના અધ્યક્ષ તરીકે પ્રો. ડો. હરિભાઈ કાતરીયાએ સરદાર પટેલના જીવનના વિવિધ પ્રસંગોનો ઉલ્લેખ કરી જણાવ્યું હતું કે સરદાર પટેલ બાળપણથી જ મક્કમ મનોબળ અને નિડર સ્વભાવ ધરાવતા હતા. તેમના વ્યાખ્યાનથી સેમિનારમાં ઉપસ્થિત શ્રોતાઓ મંત્રમુગ્ધ થયા હતા. તેમણે કોલેજ પરિવારને સેમિનારના સુંદર આયોજન બદલ અભિનંદન પાઠવ્યા હતા.ઉદ્ઘાટન સમારોહના સમાપન સત્રમાં ડો. જી.વી. જોગરાણાએ આભાર વિધિ કરી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડો. વિભાબેન ઠાકોર અને ડો. સમીર સોલંકી દ્વારા કરવામાં આવ્યું હતું.પ્રથમ દિવસના વ્યાખ્યાનઉદ્ઘાટન સમારોહ પહેલા નેશનલ સેમિનારના રિસોર્સ પર્સન તરીકે ડો. શૈલેષ સોલંકી (ડાયરેક્ટર, ગુજરાત સ્ટેટ આર્કાઇવ્ઝ, ગાંધીનગર)એ સરદાર પટેલના જીવનની મહત્વપૂર્ણ ઘટનાઓને યાદ કરી હતી. તેમણે ગુજરાત સ્ટેટ આર્કાઇવ્ઝમાં સરદાર પટેલના જીવન સાથે સંબંધિત પ્રાથમિક દસ્તાવેજોની માહિતી આપી હતી.ગુજરાત સ્ટેટ આર્કાઇવ્ઝના સહયોગથી કોલેજ લાઇબ્રેરીમાં સરદાર પટેલના મૂળ દસ્તાવેજોનું પ્રદર્શન પણ ગોઠવવામાં આવ્યું હતું. ત્યારબાદ ડો. જગદીશ ચૌધરી (પ્રિન્સિપાલ, એસ.વી. આર્ટ્સ કોલેજ, અમદાવાદ)એ સરદાર પટેલના જીવન પ્રસંગો પર વ્યાખ્યાન આપ્યું હતું.બીજા દિવસના કાર્યક્રમોસેમિનારના બીજા દિવસે રિસોર્સ પર્સન તરીકે ડો. વસંત પટેલ (અધ્યક્ષ, ઇતિહાસ વિભાગ, સરદાર પટેલ યુનિવર્સિટી, વલ્લભ વિદ્યાનગર)એ સરદાર પટેલની રાજકીય કારકિર્દી અને રાજકીય ઘટનાઓ અંગે વિગતવાર માહિતી આપી હતી.ત્યારબાદ ડો. દિલીપભાઈ ચૌધરી (ઇતિહાસ વિભાગ, સરદાર પટેલ યુનિવર્સિટી, વલ્લભ વિદ્યાનગર)એ સરદાર પટેલના જીવન પર મહત્વપૂર્ણ માહિતી આપી હતી. પૂર્વ GPSC ચેરમેન શ્રી હસમુખભાઈ જોશીએ સરદાર પટેલના જીવન અને કાર્ય અંગે વ્યાખ્યાન આપ્યું હતું.પછી ટેકનિકલ સેશનમાં પ્રતિભાગીઓએ વિવિધ શોધપત્રો રજૂ કર્યા હતા. આ સત્રમાં ચેરપર્સન તરીકે ડો. કે.બી. પરમાર, ડો. જે.પી. ચૌધરી, ડો. દિલીપ કાતરીયા તથા કોચેરપર્સન તરીકે ડો. સાહબતસિંહ પટેલ, ડો. કેતન સાચલા, ડો. ગૌતમ ચૌહાણ, ડો. બી.સી. ચૌધરી, ડો. દેવર્ષ પટેલ અને શ્રી રાહુલ કોકણી હાજર રહ્યા હતા.સમાપન સમારોહબે દિવસીય નેશનલ સેમિનારના સમાપન સમારોહમાં માનનીય રજીસ્ટ્રાર ડો. અનિલ સોલંકી (શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી, ગોધરા) તથા પ્રિન્સિપાલ ડો. મહેશ કે. મહેતા (શ્રીમતી સી.આર. ગાર્ડી આર્ટ્સ કોલેજ, મુનપુર) ઉપસ્થિત રહ્યા હતા.ડો. અનિલ સોલંકીએ સેમિનારના સુંદર આયોજન માટે સેમિનારના સેક્રેટરી ડો. સુરેશ પટેલ અને આચાર્યશ્રી ડો. એમ.બી. પટેલને બિરદાવ્યા હતા. નેશનલ સેમિનારમાં વિવિધ કોલેજોના પ્રિન્સિપાલ, અધ્યાપકો, વિદ્યાર્થીઓ અને સંશોધકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.સમાપન સમારોહ દરમિયાન અધ્યાપકો અને વિદ્યાર્થીઓએ પોતાના અનુભવ શેર કર્યા હતા. ત્યારબાદ સાયન્સ વિભાગના ડો. રમાકાંત પંડ્યાએ આભાર વિધિ કરી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડો. રાજીવ વૈદ્ય અને અમી પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું. અંતે નેશનલ એન્થમ સાથે કાર્યક્રમની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી.