સરકારી કચેરીમાં ચોરી કરનાર બે આરોપી મુદ્દામાલ સાથે ઝડપાયા… લુણાવાડા ટાઉન પોલીસે ગણતરીના કલાકોમાં ગુનાનો ભેદ ઉકેલ્યો…

લુણાવાડા,(મહીસાગર) આસીફ શેખ :-

મહીસાગર જિલ્લામાં સરકારી કચેરીમાં થયેલી ચોરીના ગુનાનો લુણાવાડા ટાઉન પોલીસે ઝડપી ભેદ ઉકેલી બે આરોપીઓને મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા છે.પંચમહાલ-ગોધરા રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક આર.વી. અસારી (IPS) તથા મહીસાગર જિલ્લા પોલીસ અધિક્ષક સફિન હસન (IPS) ના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં વણશોધાયેલા મિલ્કત સંબંધિત ગુનાઓ ઉકેલવા માટે ખાસ સૂચનાઓ આપવામાં આવી હતી. આ સૂચનાઓના આધારે કમલેશ વસાવા, નાયબ પોલીસ અધિક્ષક (લુણાવાડા વિભાગ) ના પ્રત્યક્ષ માર્ગદર્શન હેઠળ અને લુણાવાડા ટાઉન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર જે.એસ. વળવીના માર્ગદર્શન હેઠળ સ્ટાફને મિલ્કત સંબંધિત ગુનાઓ ઉકેલવા માટે સક્રિય કરવામાં આવ્યો હતો.લુણાવાડા ટાઉન પોલીસ સ્ટેશનમાં એ પાર્ટ ગુનો રજીસ્ટર નં. 11187006250177/2026 BNS કલમ 331(4) અને 305(A) મુજબ ચોરીનો ગુનો નોંધાયો હતો. ગુનાની તપાસ દરમિયાન હ્યુમન સોર્સીસ અને ટેકનિકલ માહિતીના આધારે પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો.આ દરમ્યાન લુણાવાડા-ચરેલ રોડ પરથી ગોધરા હાઇવે તરફ જતા માર્ગ પર ફોરેસ્ટ ઓફિસ સામે બે શંકાસ્પદ વ્યક્તિઓ મોટરસાઇકલ સાથે આવતા હોવાની માહિતી મળી હતી. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી બંનેને અટકાવી પૂછપરછ કરતા તેમની ઓળખ(1) અર્જુનભાઈ ચંદુભાઈ દંતાણી, રહે. શાંતિનગર, પશુદવાખાના પાછળ, લુણાવાડા(2) અજયભાઈ રામુભાઈ વણઝારા, રહે. વસંતસાગર તળાવ નજીક, લુણાવાડાતરીકે થઈ હતી.બંને આરોપીઓને પોલીસ સ્ટેશન લઈ જઈ સઘન પૂછપરછ કરતા તેઓએ લુણાવાડા-વરધરી રોડ પર આવેલા ખેડૂત તાલીમ કેન્દ્રના કેમ્પસના પહેલા માળે આવેલ રૂમનું તાળું તોડી અંદર પ્રવેશ કરી ચોરી કરી હોવાની કબૂલાત આપી હતી.આ ચોરીમાં રૂમમાં રાખેલા ઇલેક્ટ્રિક સામાનમાંથી8 સીલીંગ ફેન (કિંમત રૂ. 13,600)જુદા જુદા માપના 18 વાયર બંડલ (કિંમત રૂ. 65,400)મળી કુલ રૂ. 79,000નો મુદ્દામાલ ચોરી કર્યો હોવાનું સામે આવ્યું છે.પોલીસે બંને આરોપીઓ પાસેથી ચોરીનો મુદ્દામાલ કબ્જે કરી ગુનાનો ભેદ ગણતરીના કલાકોમાં ઉકેલી કાઢ્યો છે.