ગોધરા,(પંચમહાલ) નવાઝ શેખ:-
પોલીસ અને પ્રજા વચ્ચેના સબંધો વધુ મજબૂત બને એ આશયથી મલાવ ગામે રાત્રિ રોકાણ કરી ગ્રામજનો સાથે ચર્ચાઓ કરી…

પોલીસ અને પ્રજા વચ્ચે મૈત્રીપૂર્ણ વાતાવરણ ઊભું થાય અને ગ્રામ્ય સ્તરે પ્રજા અને પોલીસ વચ્ચેના સંબંધો વધુ મજબૂત બનાવવાના હેતુથી શ્રી ડૉ.હરેશભાઈ દુધાત પોલીસ અધિક્ષકશ્રી પંચમહાલ-ગોધરા દ્વારા કાલોલ| તાલુકાના મલાવ ગામે મુલાકાત લઈને રાતિ્ર રોકાણ કરવામાં આવ્યું હતું. આ મુલાકાત| દરમિયાન તેમણે ગ્રામજનો સાથે સીધો સંવાદ સ્થાપ્યો હતો અને ગામની વિવિધ સંસ્થાઓની મુલાકાત લીધી હતી અને ગ્રામ્ય જીવનને નજીકથી અનુભવી સામાજિક,| આરિ્થક તેમજ કાયદો અને વ્યવસ્થાની વર્તમાન પરિસિ્થતિનું અવલોકન કરવામાં| આવ્યું. આ દરમિયાન પોલીસની દૃષિ્ટએ ગ્રામ્ય નાગરિકોની મુશ્કેલીઓ, સમસ્યાઓ| અને અપેક્ષાઓને સમજવાનો પ્રયાસ કરવામાં આવ્યો.|
પોલીસ અધિક્ષકશ્રી દ્વારા ગામની સ્કુલની મુલાકાત લઈ વિદ્યાર્થીઓ સાથે પ્રેરણાદાયી સંવાદ કર્યો હતો અને તેમને શિક્ષણનું મહત્વ સમજાવી ઉજ્જવળ ભવિષ્ય માટે પ્રોત્સાહિત કર્યા હતા તેમજ ગામના આરોગ્ય કેન્દ્રની મુલાકાત લઈ ઉપલબ્ધ સુવિધાઓ અને આરોગ્ય સેવાઓની સમીક્ષા કરી હતી.
આમ રાત્રી રોકાણ દ્વારા પોલીસ અધિક્ષકશ્રી એ ગ્રામજનો સાથે સીધો| સંવાદ સાધી ગામડાઓના સર્વાંગી વિકાસ, શાંતિ, સલામતી અને સામાજિક સુમેળ| અંગે ચર્ચા કરી સાથે જ સાયબર ક્રાઈમ અને વ્યસનમુકિ્ત જેવા વિષયો પર માર્ગદર્શન આપ્યું હતું. ઉપરાંત, ગામડું “ગોકુલધામ” સમાન આદર્શ બને તે માટે જરૂરી પગલાં,| લોકભાગીદારી અને પોલીસ-જન સહકારના મહત્વ પર ભાર મૂકવામાં આવ્યો.
આ કાર્યક્રમથી ગ્રામજનોમાં પોલીસ પ્રત્યે વિશ્વાસ અને સહયોગની| ભાવના વધુ મજબૂત બની, તેમજ કાયદો અને વ્યવસ્થાની સુદૃઢતા સાથે ગ્રામ્ય વિકાસને નવી દિશા મળી.