ગોધરા,(પંચમહાલ) નવાઝ શેખ:-

રાજય સરકાર દ્વારા નશાના સેવન માટે વાપરવામાં આવતી વસ્તુઓ જેવી કે, રોલીંગ પેપર, ગોગો સ્મોર્ડીંીંગ કોન, પરફેકટ રોલને પ્રતિબંધિત જાહેર કરવામાં આવેલ અને પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારીશ્રી ગુજરાત રાજ્ય નાઓ દ્વારા આ પ્રતિબંધિત જાહેર કરેલ| વસ્તુઓનુ ગુજરાત રાજયમાં વેચાણ થતુ અટકાવવા સારૂ ખાસ ઝુંબેશ રાખવામાં આવેલ.|
જે અન્વયે શ્રી આર.વી. અસારી પોલીસ મહાનિરીક્ષકશ્રી પંચમહાલ ગોધરા રેન્જ ગોધરા તથા શ્રી ડૉ.હરેશભાઇ દુધાત પોલીસ અધિક્ષકશ્રી પંચમહાલ ગોધરા નાઓએ પંચમહાલ જિલ્લામાં| આ પ્રતિબંધિત વસ્તુઓનુ વેચાણ અને સંગ્રહ અટકાવવા સારૂ જિલ્લામાં આવેલ પાન પાર્લર, ચાની દુકાનો, છુટક કરીયાણા દુકાનો ઉપર સઘન ચેકીંગ કરવા જરૂરી સુચના અને માર્ગદર્શન આપેલ જે અન્વયે શ્રી આર.એ પટેલ પોલીસ ઇન્સન્સ્પેકટર એસ.ઓ.જી. ગોધરા નાઓએ ગોધરા ડીવીઝનમાં ચેકીંગ કરવા સારૂ પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી ડી.જી. વહોનીયા તથા હાલોલ ડીવીઝનમાં ચેકીંગ કરવા સારૂ પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી બી.કે. ગોહિલ નાઓ એમ એસ.ઓ.જી. ની બે જુદી-જુદી ટીમો બનાવેલ.
પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી ડી.જી. વહોનીયા તથા એસ.ઓ.જી. સ્ટાફની ટીમ દ્વારા ગોધરા શહેરમાં આવેલ પાન પાર્લરના ચેકીંગ દરમ્યાન અ.પો.કો. વિરેનકુમાર કિરણસિંહ નાઓને| મળેલ બાતમી આધારે અમદાવાદ રોડ રામનગરની સામે આવેલ શિવમ પાન પાર્લર માંથી પ્રતિબંધીત ગેરકાયદેસર ગોગો સ્મોકીંગ કોન નંગ-૩૩ તથા રોલીંગ પેપર નંગ-૩૦ મળી કુલ નંગ-૬૩ કિ.રૂ.૭૯૫/- નો જથ્થો પકડી પાડી શીવમ પાન પાર્લર ચલાવનાર ઠાકોરલાલ ગેંદાલાલ ભોઇ રહે લક્ષ્મીનગર, ડોડપા તળાવ પાસે ભુરાવાવ ગોધરાની વિરૂધ્ધમાં ગોધરા ટાઉન| બી ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે ગુન્હો રજીસ્ટર કરવામાં આવેલ છે.
પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી બી.કે. ગોહિલ તથા એસ.ઓ.જી. સ્ટાફની ટીમ દ્વારા કાલોલમાં આવેલ પાન પાર્લરના ચેકીંગ દરમ્યાન અ.હે.કો. કમલેશકુમાર પરષોતમભાઇ નાઓને મળેલ| બાતમી આધારે અલિંદ્રા હાઇવે રોડ મલાવ ત્રણ રસ્તા પાસે આવેલ ચામુંડા પાન સેન્ટરમાંથી ગેરકાયદેસર ગોગો સ્મોકીંગ કોન નંગ-૭ તથા રોલીંગ પેપર નંગ-૪૯ મળી કુલ નંગ-૫૬ કિ.રૂ.૮૦૫/- નો જથ્થો પકડી પાડી ચામુંડા પાન પાર્લર ચલાવનાર રાકેશકુમાર વિક્રમસિંહ| ચાવડા રહે.મોટુ ફળીયુ અર્લીીંદ્રા ગામ તા.કાલોલ જિ.પંચમહાલ નાની વિરૂધ્ધમાં કાલોલ પોલીસ સ્ટેશન ખાતે ગુન્હો રજીસ્ટર કરવામાં આવેલ છે