પંચમહાલના પેન્શનરો માટે મહત્વપૂર્ણ સૂચના: 31 જુલાઈ સુધી હયાતીની ખરાઈ ફરજિયાત…સમયસર પ્રક્રિયા ન કરાય તો ઓગસ્ટથી પેન્શન સ્થગિત થશે…!

ગોધરા,(પંચમહાલ) નવાઝ શેખ :-

પંચમહાલ જિલ્લા તિજોરી કચેરી, ગોધરા દ્વારા પેન્શન મેળવનારા તમામ પેન્શનરો માટે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરવામાં આવી છે. વર્ષ 2026-27 માટે પેન્શનરોને વાર્ષિક હયાતીની ખરાઈ કરાવવી ફરજિયાત છે, જે પ્રક્રિયા તા. 01/05/2026 થી 31/07/2026 દરમિયાન હાથ ધરવામાં આવશે.

જિલ્લા તિજોરી અધિકારીએ જણાવ્યું છે કે, નિર્ધારિત સમયમર્યાદામાં હયાતીની ખરાઈ ન કરાવનાર પેન્શનરોનું પેન્શન ઓગસ્ટ 2026થી નિયમ મુજબ સ્થગિત કરવામાં આવશે.

હયાતીની ખરાઈ માટેના વિકલ્પો

પેન્શનરો નીચે મુજબની સુવિધાઓ દ્વારા પોતાની અનુકૂળતા મુજબ ખરાઈ કરાવી શકે છે:

  • બેંક શાખા: પોતાની બેંકમાં રૂબરૂ જઈને
  • પોસ્ટ વિભાગ: પોસ્ટલ કર્મચારી દ્વારા ઘરે બેઠા ‘જીવન પ્રમાણ’ પોર્ટલ મારફતે
  • ઓનલાઇન: jeevanpramaan.gov.in વેબસાઇટ અથવા મોબાઇલ એપ દ્વારા

જરૂરી સૂચનાઓ

  • આધાર કાર્ડ અને PPOમાં નામ એકસરખું હોવું જરૂરી
  • ફોર્મ પર PPO મુજબ જ સહી કરવી
  • બેંક શાખા બદલેલી હોય તો પૂર્વ મંજૂરી જરૂરી
  • આધાર અને PAN કાર્ડની નકલ જોડવી જરૂરી

વધારાના દસ્તાવેજો

કુટુંબ પેન્શનર, આશ્રિત સંતાનો, માતા-પિતા તથા દિવ્યાંગ લાભાર્થીઓ માટે અલગ-અલગ જરૂરી પુરાવા રજૂ કરવાના રહેશે. વિદેશમાં રહેલા પેન્શનરોએ ભારતીય દૂતાવાસ અથવા નોટરી દ્વારા પ્રમાણિત દસ્તાવેજો મોકલવાના રહેશે.

જિલ્લા તિજોરી અધિકારીએ તમામ પેન્શનરોને વિનંતી કરી છે કે તેઓ 31 જુલાઈ પહેલાં આ પ્રક્રિયા પૂર્ણ કરે, જેથી પેન્શન ચાલુ રાખવામાં કોઈ વિક્ષેપ ન આવે.

આ પણ વાંચો :-