ગોધરા, (પંચમહાલ) નવાઝ શેખ :-
આગામી એસ.એસ.સી. (SSC) અને એચ.એસ.સી. (HSC) ની પરીક્ષાઓને ધ્યાનમાં રાખીને પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીઓ શાંતિપૂર્ણ વાતાવરણમાં પરીક્ષા આપી શકે અને તેમને કોઈ ખલેલ ન પહોંચે તે સુનિશ્ચિત કરવા અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી જે.જે.પટેલ દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.
જાહેરનામા અનુસાર, એસ.એસ.સી. (SSC) અને એચ.એસ.સી. (HSC)ની પરીક્ષા યોજવામાં આવી રહી છે તેવા વિસ્તારમાં લાઉડ સ્પીકર અને ભૂંગળા,ડી.જે. (DJ) સિસ્ટમ,રેડિયો અને ઓડિયો પ્લેયર્સ,ઘોંઘાટ કરતા અન્ય કોઈ પણ સાધનો વગાડવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.
જિલ્લાના તમામ પરીક્ષા કેન્દ્રોની ચારેબાજુ ૧૦૦ મીટરની ત્રિજ્યામાં આવેલા તમામ મકાનો, સ્થળો અને જાહેર રસ્તાઓ પર આ નિયમ લાગુ થશે.
આ હુકમ તારીખ ૨૬/૦૨/૨૦૨૬ થી ૧૮/૦૩/૨૦૨૬ (બંને દિવસો સહિત) સવારે ૦૯:૦૦ કલાકથી સાંજના ૧૯:૦૦ કલાક સુધી આ પ્રતિબંધ લાગુ પડશે.
આ જાહેરનામાનો ભંગ કરનાર અથવા ઉલ્લંઘન કરનાર વ્યક્તિ વિરુદ્ધ ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ની કલમ-૧૩૧ મુજબ કડક શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે.