દાહોદ, જીગ્નેશ પંચાલ :-

દાહોદ જિલ્લાના રળીયાતિ ગ્રામ પંચાયતના સબરાળા ફળિયામાં આજે NRLM અંતર્ગત SHG મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠક દરમિયાન મહિલાઓને સ્વરોજગાર અને આત્મનિર્ભરતા તરફ આગળ વધારવાના હેતુથી એક નવા સખી મંડળની રચના કરવામાં આવી.મિટિંગમાં સ્વસહાય જૂથની કામગીરી, બચત અને આવક વધારવાના વિકલ્પો અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. ખાસ કરીને મરઘા પાલન આધારિત સ્વરોજગાર માટે વ્યવસાયિક પ્લાન તૈયાર કરવામાં આવ્યો, જેથી સ્થાનિક મહિલાઓને આવકનું સ્થિર સાધન ઉપલબ્ધ બની શકે.
NRLM દ્વારા મહિલાઓને સંગઠિત કરીને આર્થિક સશક્તિકરણ તરફ દોરવાના પ્રયાસો સતત આગળ વધી રહ્યા છે. આ પ્રકારની મિટિંગોથી ગ્રામ્ય વિસ્તારની મહિલાઓમાં આત્મવિશ્વાસ વધે અને તેઓ સ્વાવલંબી બને તે દિશામાં મહત્વપૂર્ણ પગલું ભરાયું છે.