જિલ્લામાં જાહેર શાંતિ અને સલામતીના હેતુથી જાહેરનામું પ્રસિદ્ધ…

ગોધરા,(પંચમહાલ) નવાઝ શેખ :-

જિલ્લામાં કોઈપણ મકાન, દુકાન, એકમ, ભાડૂઆત સબંધિત તમામ જરૂરી માહિતી પોલીસ સ્ટેશન ખાતે આપવાની રહેશે…


આગામી દિવસોમાં પ્રજાસત્તાક દિવસ તથા ધાર્મિક તહેવારો દરમિયાન પંચમહાલ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની જાળવણી હેતુ પંચમહાલના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી જે.જે.પટેલ દ્વારા તેઓને મળેલ સત્તાની રૂએ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જે મુજબ, પંચમહાલ જિલ્લામાં કોઈપણ રહેણાંક અથવા ઔદ્યોગિક એકમના માલિક કે સત્તાધારી વ્યક્તિ એ પોતાનું મકાન, દુકાન કે એકમ પોલીસ સ્ટેશનને જાણ કર્યા વિના કોઈપણ વ્યક્તિને ભાડે આપી શકશે નહીં. ભાડે આપેલ એકમ,દુકાન અને મકાનની વિગત તથા ભાડૂઆત અને સબંધિત દલાલ કે જેઓએ ભાડૂઆતની ઓળખાણ આપેલ હોય તે અંગેની તમામ જરૂરી માહિતી નિયત ફોર્મમાં સંબંધિત (જે તે વિસ્તારના) પોલીસ સ્ટેશન ખાતે આપવાની રહેશે.
આ જાહેરનામુ તા.૧૩ માર્ચ સુધીના સમયગાળા માટે અમલમાં રહેશે. આ હુકમ/જાહેરનામાનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર શિક્ષાને પાત્ર થશે.


આ પણ વાંચો :-