આગામી તહેવારોને ધ્યાનમાં લઈને જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જાળવવા જાહેરનામુ પ્રસિધ્ધ…

ગોધરા,(પંચમહાલ) નવાઝ શેખ :-

જિલ્લા કે રાજ્ય બહારથી આવતા મજૂરો-કામદારોની સંપૂર્ણ વિગતો સંબંધિત પોલીસ સ્ટેશન ખાતે જમા કરાવવાની રહેશે…

આગામી દિવસોમાં પ્રજાસત્તાક દિન તેમજ ધાર્મિક તહેવારો (મહાશિવરાત્રિ, હોળી,ધૂળેટી) દરમિયાન જિલ્લામાં જાહેર શાંતિ-સુલેહ તથા કાયદો અને વ્યવસ્થાની જાળવણી તથા જિલ્લામાં રાષ્ટ્રવિરોધી, ભાંગફોડીયા પ્રવૃત્તિઓ અને ગંભીર ગુનાઓ તેમજ પ્રવૃત્તિઓ પર અંકુશ રાખવા હેતુ પંચમહાલના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી જે.જે.પટેલ દ્વારા તેઓને મળેલ સત્તાની રૂએ એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.
આ જાહેરનામા મુજબ પંચમહાલ જિલ્લામાં જિલ્લા બહારના કે રાજ્ય બહારના મજૂરો, કારીગરો કે કામદારોને (જેમ કે કડિયાકામ, ઈંટોના ભઠ્ઠા, ધાબા હોટલ રેસ્ટોન્ટ, ગેસ્ટહાઉસ, ફેકટરી, કારખાના, ખાણીપીણીની દુકાનો, લારીઓ તથા કલરકામ વગેરે સ્થળે) કામે રાખતા તમામ માલિકો, એજન્ટો, કે દલાલોએ સંબંધિત મજૂર, કારીગર કે કામદારની સંપૂર્ણ વિગતો (નામ, સરનામું, મોબાઈલ નંબર અને આઇડી પ્રૂફ સહિત) નિયત નમૂનાના ફોર્મમાં ભરીને ફરજિયાતપણે સંબંધિત પોલીસ સ્ટેશન ખાતે ૨૪ કલાકમાં લેખિતમાં જમા કરાવવાની રહેશે.
આ હુકમ/જાહેરનામુ તા.૧૩ માર્ચ સુધીના સમયગાળા માટે અમલમાં રહેશે. તેમજ આ જાહેરનામા કે હુકમનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર શિક્ષાને પાત્ર થશે.


આ પણ વાંચો :-