નસવાડી તાલુકાને ગૌરવ અપાવતી સિદ્ધિ… ઓલ ઈન્ડિયા બાર કાઉન્સિલની પરીક્ષા પાસ કરતા બે યુવા વકીલોએ રચ્યો ઈતિહાસ…

નસવાડી,(છોટાઉદેપુર) જાવેદ એન કુરેશી :-

નસવાડી તાલુકામાંથી બે પ્રતિભાશાળી વિદ્યાર્થીઓએ ઓલ ઈન્ડિયા બાર કાઉન્સિલની મહત્વપૂર્ણ પરીક્ષા સફળતાપૂર્વક પાસ કરી તાલુકાનું નામ રોશન કર્યું છે. સતત મહેનત, અડગ સંકલ્પ અને પરિવારના સહકારના પરિણામે આ બંને વિદ્યાર્થીઓએ સનદ પ્રાપ્ત કરી વકીલ તરીકેની કારકિર્દીની શરૂઆત કરી છે.
આ સિદ્ધિ મેળવનાર વિદ્યાર્થીઓમાં
(1) મિલનકુમાર સંજયભાઈ રોહિત
(2) ઇસીકા રાહુલકુમાર ગુપ્તા
નો સમાવેશ થાય છે.
પરીક્ષા પાસ થતાં જ પરિવારજનોમાં ખુશીની લહેર છવાઈ ગઈ હતી. સાથે જ નસવાડી વકીલ મંડળના વકીલો દ્વારા બંને યુવા વકીલોને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. આ આનંદના પ્રસંગે નસવાડી કોર્ટ પરિસરમાં મીઠાઈ વહેંચી ખુશી વ્યક્ત કરવામાં આવી હતી.
બંને વિદ્યાર્થીઓની આ સિદ્ધિથી સમગ્ર નસવાડી તાલુકામાં ગૌરવ અને આનંદની લાગણી જોવા મળી રહી છે. તાલુકાના યુવાનો માટે આ સફળતા પ્રેરણારૂપ બનશે તેવું સૌ કોઈ માનીએ છે.
નસવાડી તાલુકાને વધુ એક ગૌરવપૂર્ણ ક્ષણ પ્રાપ્ત થઈ છે.