નસવાડી, (છોટાઉદેપુર) જાવેદ એન કુરેશી :-

આજરોજ નસવાડી તાલુકાના તણખલા ગામે હાજી પીર કાયમુદ્દીન બાવા સાહેબ ના શહેજાદા રફિકબાવા સાહેબ આવી પહોંચ્યા હતા જેમા તમામ મુરિદો અને તાલીબો ચાહવા વાડાઓની મુલાકાત લીધી હતી અને ઘેર ઘેર કદમ બોસી કરવામા આવી હતી તણખલા ગામે રફીક બાવા ની આવવાની ખુશીમાં ગામના તમામ લોકો બાવાની મુલાકાત માટે હાજર રહ્યા હતા અને મુલાકાત કરી બાવા પણ ખુશ થયા હતા અને મુરીદો પણ આનંદ મા આવી ગયા હતા અચાનક રફીક બાવા સાહેબ તણખલા ગામે આવી જતા મુરીદો ની ખુશીનો પાર રહ્યો ન હતો અને રફિકબવા સાહેબે આવનાર તમામને ખુબ દુઆઓ આપી હતી અને સારા રસ્તા પર ચાલવુ ખોટા રસ્તે જવુ નહી અને ઘેર ઘેર ગાયો પાડવી ના સુચનો આપવામાં આવ્યા હતા અને આવનાર લોકોએ બાવા સાહેબ જોડે ફોટા પડાવી ખુશી વ્યક્ત કરી હતી અને આ સમયે વાતાવરણ આનંદમય બની ગયુ હતુ.