નસવાડી ટાઉનમાં ઉતરાયણ નજીક બજારોમાં ગ્રાહકોની વધી રોનક…

નસવાડી,(છોટાઉદેપુર) જાવેદ એન કુરેશી :-

નસવાડી ટાઉનના બજારોમાં આજે ઉતરાયણ ની ઉત્સાહપૂર્ણ તૈયારીઓ વચ્ચે પતંગોનું ધૂમધામ થી વેચાણ થયુ જેમાં ગ્રાહકોની ભીડ જોવા મળી વેપારીઓના મતે પહેલાના દિવસોમાં મંદીનો માહોલ હતો પરંતુ આજે ગ્રાહકોની આવનજાવન વધીને બજારો ભરાઈ ગયા વિવિધ કદ અને ડિઝાઈનના પતંગો જેમાં ખાસ થીમવાળા પતંગો ની ભારે માંગ ઉઠી હતી આજે નસવાડી મુખ્ય બજારોમાં ગ્રાહકોની લાંબી કતારો લાગી હતી જ્યાં દસ થી લઈ હજારો રૂપિયાના પતંગો વેચાયા વેપારીઓએ જણાવ્યુ કે ઉતરાયણના અંતિમ દિવસો નજીક આવતા ખરીદીની ઝુંબેશ વધી છે જેમાં યુવાનો અને પરિવારો મુખ્યત્વે રસ દાખવી રહ્યા છે મોંઘવારી અને આગાવની મંદી પછી આ તેજીએ વેપારીઓમાં ઉત્સાહ જગાવ્યો છે ગુજરાતભરમાં ઉતરાયણના તહેવારને લઈને પતંગ બજારોમાં તેજી જોવા મળી રહી છે અને નસવાડી પણ તેનો અંગ છે ખાસ કરીને ઓપરેશન સિંદુર જેવા થીમવાળા પતંગોની માંગ વધીને આકાશમાં રંગબેરંગી પતંગોની ધુમ જોવા મળશે નાગરિકોને સુરક્ષા માટે પ્લાસ્ટિક અને ટોકસીક મટીરિયલ થી દુર રહેવાની સલાહ આપવામાં આવી હતી