આંકલવા ખાતે ‘વિકસિત ભારત @ 2047’ અંતર્ગત ચિત્ર અને વકતૃત્વ સ્પર્ધા યોજાઈ…

લુણાવાડા, (મહીસાગર) મોહમ્મદ મિર્ઝા :-

Kalam Ki Sarkar News / Mahisagar: લુણાવાડા તાલુકાની CRC ભવન-બ્રાન્ચ 5 દ્વારા આંકલવા પ્રાથમિક શાળા ખાતે તા. 24/09/2026ના રોજ ‘વિકસિત ભારત @ 2047’ સંદર્ભે સેવા સંકલ્પ અભિયાન 2026 અંતર્ગત ક્લસ્ટર કક્ષાની ચિત્ર અને વકતૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.

CRC કો-ઓર્ડિનેટર શ્રી ડૉ. મોહસીન શેખના માર્ગદર્શન હેઠળ યોજાયેલી આ સ્પર્ધામાં આંકલવા પ્રાથમિક શાળાના આચાર્યશ્રી જિતેન્દ્રકુમાર પટેલ તથા સમગ્ર શાળા પરિવારે વિશેષ સહયોગ આપ્યો હતો. કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓમાં દેશના વિકાસ પ્રત્યે ઉત્સાહ, નાગરિક ફરજોની સમજ, સર્જનાત્મક વિચારસરણી, કલ્પનાશક્તિ અને વાચા-શૈલીનો સર્વાંગી વિકાસ કરવાનો હતો.

‘વિકસિત ભારત @ 2047’ના સંકલ્પને કેન્દ્રમાં રાખીને યોજાયેલી આ સ્પર્ધામાં વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. કાર્યક્રમ દરમિયાન ગામના વડીલો, યુવાનો અને માતાઓ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો હતો. આચાર્યશ્રી જિતેન્દ્રકુમાર પટેલ અને શિક્ષક ટીમ દ્વારા સ્પર્ધા માટે જરૂરી સુવિધાઓ અને વિષયાનુરૂપ વાતાવરણ પૂરું પાડવામાં આવ્યું હતું.

ચિત્ર સ્પર્ધામાં જુવેરિયા અરબે પ્રથમ, પટેલ ગર્વ કિરણભાઈએ દ્વિતીય અને દિવ્યાંસી વૈષ્ણવે તૃતીય સ્થાન મેળવ્યું હતું. જ્યારે રાષ્ટ્ર સેવા અને સંકલ્પ આધારિત વકતૃત્વ સ્પર્ધામાં હસન યુનુસ સંભાળીવાલાએ પ્રથમ સ્થાન મેળવ્યું હતું.

સ્પર્ધામાં ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને ‘વિકસિત ભારત’ના સંકલ્પ સાથે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમના અંતે CRC કો-ઓર્ડિનેટર શ્રી ડૉ. મોહસીન શેખ, આંકલવા પ્રાથમિક શાળાના આચાર્યશ્રી જિતેન્દ્રકુમાર પટેલ તથા પગાર કેન્દ્રના આચાર્યશ્રી હારીશભાઈ શેખે ઉપસ્થિત ગ્રામજનો, અન્ય શાળાઓના આચાર્યશ્રીઓ અને શાળા પરિવારનો આભાર વ્યક્ત કર્યો હતો.



આ પણ વાંચો :-