લુણાવાડાની પીએમશ્રી બ્રાન્ચ શાળા નં. 5માં વિદ્યાર્થિનીઓને મફત યુનિફોર્મનું વિતરણ…

લુણાવાડા,(મહીસાગર) આસીફ શેખ :-

ધોરણ 6થી 8માં અભ્યાસ કરતી તમામ બાલિકાઓને દાતાશ્રીઓ તરફથી યુનિફોર્મની ભેટ, વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ

મહીસાગર: મહીસાગર જિલ્લાના લુણાવાડા સ્થિત પીએમશ્રી બ્રાન્ચ શાળા નં. 5માં ધોરણ-6થી 8માં અભ્યાસ કરતી તમામ બાલિકાઓને સમાજના સેવાભાવી દાતાશ્રીઓના સહયોગથી મફત યુનિફોર્મનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વિદ્યાર્થીઓમાં આનંદ અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો.

મહીસાગર જિલ્લાના સૌથી વધુ વિદ્યાર્થી સંખ્યા ધરાવતી શાળાઓમાંની એક એવી પીએમશ્રી બ્રાન્ચ શાળા નં. 5માં યોજાયેલા આ કાર્યક્રમ દરમિયાન તમામ બાલિકાઓને નવા યુનિફોર્મ અર્પણ કરવામાં આવ્યા હતા. યુનિફોર્મ મળતાં વિદ્યાર્થીઓના ચહેરા પર ખુશી સ્પષ્ટ જોવા મળી હતી.

આ પ્રસંગે વિદ્યાર્થીઓ, તેમના વાલીઓ તેમજ સમગ્ર શાળા પરિવારે આ સેવાકીય કાર્ય માટે દાતાશ્રીઓનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.

આ આયોજનને સફળ બનાવવામાં શાળાના હેડ ટીચરના માર્ગદર્શન અને ખલીલ માસ્ટરના વિશેષ પ્રયાસો મહત્વપૂર્ણ રહ્યા હતા. શાળા પરિવારે બાલિકાઓ વતી તમામ દાતાશ્રીઓ અને સહયોગીઓને ફરી એકવાર હાર્દિક ધન્યવાદ પાઠવ્યો હતો.



આ પણ વાંચો :-