બાકોર પોલીસ સ્ટેશન વિસ્તારની હદમાથી ૪૨૮.૬૦૦ કિ.ગ્રા. અફીણના જીંડવા (પોષ ડોડા) મળી કુલ કિ.રૂ.૮૪,૫૪,૦૦૦/- નો મુદ્દામાલ ઝડપી લેતી બાકોર પોલીસ ટીમ

બાકોર, ઇમરાન પઠાણ :-

બાકોર પોલીસ સ્ટેશન વિસ્તારની હદમાથી ગેરકાયદેસર રીતે હેરાફેરી કરતા ૪૨૮.૬૦૦ કિ.ગ્રા. અફીણના જીંડવા (પોષ ડોડા) કિ.રૂ.૬૪,૨૯,૦૦૦/- નો મુદ્દામાલ તથા અન્ય મુદ્દામાલ મળી કુલ કિ.રૂ.૮૪,૫૪,૦૦૦/- નો મુદ્દામાલ ઝડપી લેતી બાકોર પોલીસ ટીમ

પંચમહાલ ગોધરા રેન્જ I/C પોલીસ મહાનીરીક્ષક શ્રી સંદીપ સિંઘ સાહેબ તથા મહીસાગર જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી સફિન હસન સાહેબ તથા મદદનીશ પોલીસ અધિક્ષક સંતરામપુર વિભાગ શ્રી વિકાસ યાદવ સાહેબ નાઓએ ગેરકાયદેસર રીતે માદક પદાર્થોનું વેચાણ-હેરાફેરી કરતા ઇસમોની વિરૂધ્ધમમાં કાયદેસરની કાર્યવાહી કરી અસરકારક અને પરીણામલક્ષી કામગીરી કરવા સુચના કરેલ જે અનુસંધાને….

આજ રોજ તા.૧૪/૦૨/૨૦૨૬ ના રાત્રિના બી.એમ.પટેલ પોલીસ ઇન્સ્પેકટર બાકોર પોલીસ સ્ટેશન તથા આર.સી..ચૌહાણ પોલીસ સબ ઇન્સપેકટર તથા પોલીસ માણસો અ.હે.કો. ધર્મેન્દ્રસિંહ સ્વરૂપસિંહ બ.નં.૧૦૦૪ તથા હે.કો. જયંતિભાઈ દલાભાઈ બ.નં.૯૪૯ તથા પો.કો. ભાવેશકુમાર રામાભાઈ બ.નં.૩૦૭ તથા પો.કો. કમલેશકુમાર સોમચંદભાઈ બ.નં.૧૦૫ એ રીતેના કારંટા ગામે ઉર્સ મેળો ચાલતો હોય બંદોબસ્તમાં હાજર હતા તે દરમ્યાન પોલીસ ઇન્સ્પેકટર બી.એમ.પટેલ નાઓને ખાનગી રાહે બાતમી મળેલ કે એક સફેદ કલરની ફોરચ્યુનર ગાડીમાં માદક પદાર્થ પોષડોડા ભરી ડીટવાસ તરફથી બાકોર થઈ લાડણના મુવાડા ગામે થઈ જીતપુર ચોકડી તરફ જનાર છે જે બાતમી આધારે લાડણના મુવાડા ગામના પાટીયા પાસે વોચ તપાસમા હતા તે દરમીયાન બાતમી હકીકત વાળી ગાડી આવતા તેનો પીછો કરી રોકતા સદર ફોરચ્યુનર ગાડી રજી. નં.GJ-18-BM-0111 મા કાળા કલરના પ્લાસ્ટિકના મીણીયાના નાના-મોટા થેલા નંગ-૨૬ માં ભરેલ અફીણના જીંડવા (પોષ ડોડા) નું ચોખ્ખુ વજન 428.600 કિ.ગ્રા. જેની ૦૧ કિ.ગ્રા.ની કિ.રૂ.15,૦૦૦/- લેખે કુલ કિ.રૂ.64,29,000/- તથા ફોર્ચ્યુનર કિ.રૂ.20,00,000/- તથા ગાડીમાંથી મળી આવેલ મોબાઇલ નંગ-૦૨ કિ.રૂ.25000/- તથા ગાડીમાંથી મળી આવેલ છુટી નંબર પ્લેટ નંગ-૦૩ કિ.રૂ.00/00 તથા કાળા કલરના કપડાનો ટુકડો નંગ-૦૧ કિ.રૂ.00/00 તથા ગાડીની ચાવી કિ.રૂ.00/00 તથા કાળા કલરની કાપડની જાળીઓ નંગ ૦૪ કિ.રૂ.૦૦/૦૦ મળી કુલ કિ.રૂ.84,54,000/- નો મુદ્દામાલ ઝડપી પાડી અજાણ્યા ઇસમ વિરૂધ્ધમમાં બાકોર પોલીસ સ્ટેશન ખાતે નારકોટીક્સ ડ્રગ્સ એન્ડ સાયકોરોફીક સબસ્ટન્સીસ એક્ટ ૧૯૮૫ની કલમ-૮(સી),૧૫(સી),૨૨(સી) તથા ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ ની કલમ ૩૩૬(૨)(૩),૩૪૦(૨)નો ગુન્હો રજીસ્ટર કરી કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.