લુણાવાડામાં ‘સેવા અને સુશાસન’ અંતર્ગત ચિત્ર સ્પર્ધાનું આયોજન, વિદ્યાર્થીઓએ કલાત્મક પ્રતિભા રજૂ કરી…

લુણાવાડા, (મહીસાગર) મોહમ્મદ મિર્ઝા :-

Kalam Ki Sarkar News / Lunawada: સેવા અને સુશાસનના 25 વર્ષ અંતર્ગત લુણાવાડામાં વિદ્યાર્થીઓની સર્જનાત્મકતા અને કલાત્મક પ્રતિભાને પ્રોત્સાહન આપવા માટે ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.લુણાવાડા લઘુમતી મોરચા નગર પ્રભારી શીરીન ખાન પઠાણ, લુણાવાડા નગર પ્રમુખ વકીલ શ્રી મોહંમદ ભાઈ મીરઝા અને મંત્રી શ્રી આફતાબ ખાન પઠાણના આયોજન અને માર્ગદર્શન હેઠળ બ્રાન્ચ શાળા નં. 5 અને મદની પ્રાથમિક શાળા ખાતે ચિત્ર સ્પર્ધા યોજાઈ હતી.

ચિત્ર સ્પર્ધામાં બંને શાળાના વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓએ પોતાની કલ્પનાશક્તિ અને સર્જનાત્મકતાના માધ્યમથી વિવિધ ચિત્રો બનાવી પોતાની કલાત્મક પ્રતિભાનું સુંદર પ્રદર્શન કર્યું હતું.

આ પ્રકારની પ્રવૃત્તિઓ દ્વારા વિદ્યાર્થીઓમાં સર્જનાત્મકતા, આત્મવિશ્વાસ અને પોતાની પ્રતિભાને રજૂ કરવાની ક્ષમતાને પ્રોત્સાહન મળે છે. સમગ્ર કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓમાં પણ ખાસ ઉત્સાહ જોવા મળ્યો હતો.

બ્રાન્ચ શાળા નં. 5 અને મદની પ્રાથમિક શાળા ચિત્ર સ્પર્ધા ઈનચાર્જ દ્વારા પણ કાર્યક્રમના આયોજનમાં સહયોગ આપવામાં આવ્યો હતો.