
Kalam Ki Sarkar News / Gujarat: ગુજરાત સરકારના ગૃહ વિભાગ દ્વારા પોલીસ વિભાગમાં મહત્વપૂર્ણ વહીવટી ફેરફાર કરવામાં આવ્યો છે. ગૃહ વિભાગે કુલ 10 IPS અને SPS અધિકારીઓની બદલી તેમજ નવી નિમણૂક અંગે આદેશ જાહેર કર્યો છે.
આ આદેશ અંતર્ગત વર્ષ 2023 અને 2024 બેચના ચાર IPS અધિકારીઓને મદદનીશ પોલીસ સુપ્રીન્ટેન્ડન્ટ (ASP) તરીકે રાજ્યના વિવિધ ડિવિઝનમાં નવી જવાબદારી સોંપવામાં આવી છે.
