શહેરા, (પંચમહાલ) ઇમરાન પઠાણ :-

શહેરા: પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના તાડવા ગામે ૮૦મા સ્વાતંત્ર્ય પર્વની હર્ષોલ્લાસ અને દેશભક્તિના માહોલમાં ઉજવણી કરવામાં આવી હતી. સમગ્ર શહેરા તાલુકામાં સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે વિવિધ સ્થળોએ ધ્વજવંદન સહિતના કાર્યક્રમો યોજાયા હતા.
તાડવા ગામે યોજાયેલા મુખ્ય કાર્યક્રમમાં શહેરાના પ્રાંત અધિકારી શ્રી ફાલ્ગુનભાઈ પંચાલે રાષ્ટ્રધ્વજ ફરકાવી ધ્વજવંદન કર્યું હતું અને તિરંગાને સલામી આપી હતી. રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવતા ઉપસ્થિત સૌમાં દેશભક્તિનો માહોલ જોવા મળ્યો હતો.
આ પ્રસંગે મામલતદાર ધર્મેન્દ્રભાઈ પટેલ, તાલુકા પંચાયત પ્રમુખ વિક્રમભાઈ પગી, ટપુભાઈ, તાલુકા વિકાસ અધિકારી પાર્થ પટેલ સહિતના અધિકારીઓ, પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી નિમિત્તે શાળાના વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ સાંસ્કૃતિક અને દેશભક્તિપૂર્ણ કાર્યક્રમો પણ રજૂ કરવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓની વિવિધ કૃતિઓથી કાર્યક્રમમાં ઉત્સાહ અને રાષ્ટ્રભાવનાનો માહોલ છવાયો હતો.
સમગ્ર કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત સૌએ દેશની એકતા, અખંડિતતા અને પ્રગતિ માટેની ભાવના સાથે સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરી હતી.
