પંચમહાલમાં જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી ગોધરા પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે યોજાશે, તૈયારીઓને લઈ કલેક્ટરની સમીક્ષા બેઠક…

ગોધરા,(પંચમહાલ) નવાઝ શેખ :-

પંચમહાલ: આગામી 15 ઓગસ્ટે ઉજવાનારા સ્વાતંત્ર્ય પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી ગોધરા તાલુકામાં આવેલા પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે યોજાશે. આ આયોજનને સફળ અને સુવ્યવસ્થિત બનાવવા જિલ્લા કલેક્ટર અજય દહિયાના અધ્યક્ષસ્થાને ગોધરા ખાતે તૈયારીઓની સમીક્ષા બેઠક યોજાઈ હતી.

બેઠક દરમિયાન જિલ્લા કલેક્ટરે સંકલન સમિતિના તમામ અધિકારીઓને સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી શ્રેષ્ઠ આયોજન સાથે સંપન્ન થાય તે માટે જરૂરી સૂચનાઓ આપી હતી. તેમણે વિવિધ વિભાગો વચ્ચે સંકલન જાળવી સમયસર તમામ કામગીરી પૂર્ણ કરવા ભાર મૂક્યો હતો.

જિલ્લા કલેક્ટરે કાર્યક્રમ સ્થળે બેઠક વ્યવસ્થા, પીવાના પાણીની સુવિધા, માર્ગ-રસ્તાની સ્થિતિ, વીજ પુરવઠો, સુરક્ષા, સ્વચ્છતા તેમજ અન્ય જરૂરી વ્યવસ્થાઓ અંગે સંબંધિત વિભાગોના અધિકારીઓને જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપી હતી, જેથી ઉજવણી દરમિયાન કોઈપણ પ્રકારની અસુવિધા સર્જાય નહીં.

આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી પ્રણવ વિજયવર્ગીય, નિવાસી અધિક કલેક્ટર જે.જે. પટેલ, પ્રાંત અધિકારી નીરિલ મોદી સહિત જિલ્લાના વિવિધ વિભાગોના અધિકારીઓ હાજર રહ્યા હતા અને ઉજવણીને સફળ બનાવવા માટે જરૂરી આયોજન અંગે ચર્ચા કરવામાં આવી હતી.



આ પણ વાંચો :-