નસવાડી તાલુકાના કુકરદા ગામે જંગલ એરિયામાં અચાનક ભીષણ આગ ભભુકી ઉઠી

નસવાડી, (છોટાઉદેપુર) જાવેદ એન કુરેશી :-

કુકરદા ગામના જંગલના ડુંગરાળ વિસ્તારમાં મોડી રાત્રે અચાનક આગ ફાટી નીકળી હતી જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતુ અને ડુંગર પર બે થી ત્રણ અલગ અલગ જગ્યાએ આગની જ્વાળાઓ જોવા મળી હતી આ ઘટનાની જાણ થતાજ ફોરેસ્ટ વિભાગની ટીમ અને સ્થાનિક ગ્રામજનો તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા અને ફોરેસ્ટ વિભાગના કર્મચારીઓએ ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો અને આગ કયા કારણોસર લાગી છે તે હજુ સુધી જાણી શકાયુ નથી પણ ફોરેસ્ટ વિભાગ દ્વારા આ અંગે તપાસ હાથ ધરવામાં આવી છે.