નસવાડી (છોટાઉદેપુર) : – જાવેદ એન કુરેશી

આ સંદર્ભે નસવાડી ખાતે બાપા સીતારામના મંદિરે નેતાઓએ ભગવાનના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા.મંદિરે યોજાયેલા “મન કી બાત” કાર્યક્રમને સાંભળ્યા બાદ કાર્યકરો અને આગેવાનો વચ્ચે ટિફિન બેઠક યોજાઈ હતી. બેઠક દરમિયાન આવનારી ચૂંટણીને ધ્યાનમાં રાખીને સંગઠન મજબૂત બનાવવું, બૂથ સ્તરે કાર્યકરોને સક્રિય કરવાના પ્રયત્નો, તેમજ મતદારો સુધી સરકારની યોજનાઓ પહોંચાડવા અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.આ બેઠકમાં છોટાઉદેપુરના પૂર્વ સાંસદ ગીતાબેન રાઠવા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે કાર્યકરોને માર્ગદર્શન આપતા કહ્યું કે તમામ કાર્યકરોએ એકજૂટ બનીને કાર્ય કરવું જોઈએ અને પક્ષની નીતિઓને ગામડાં સુધી પહોંચાડવી જોઈએ. આવનારી ચૂંટણીઓમાં જીત મેળવવા માટે વિવિધ આયોજન અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી.
બેઠકમાં જીલ્લા ઉપપ્રમુખ ગોપાલસિંહ ચૌહાણ વિનુભાઈ તથા તાલુકા પ્રમુખ જયરાજસિંહ ચૌહાણ તથા સ્થાનિક આગેવાનો, કાર્યકરો અને મોટી સંખ્યામાં ભાજપના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.