હિંમતનગર ખાતે યોજાયેલડોજ બોલ સ્પર્ધામાં વડોદરાની ટીમને હરાવી છોટાઉદેપુરની ટીમ વિજેતા બની..

કદવાલ,(છોટાઉદેપુર) આદિત્ય ગુપ્તા :-

સાબરકાંઠામાં ડોજ બોલ સ્પર્ધા યોજવામાં આવી હતી.રાજ્ય કક્ષાની તમામ જિલ્લાઓ તરફથી તેમાં આવી હતી જેમાં ફાઈનલમાં વડોદરા સીટી અને કદવાલહાઈસ્કૂલ વચ્ચે મેચરમાઈહતી.જેમાં છોટાઉદેપુર જિલ્લાના કદવાલ ગામની શેઠ શ્રી એમ એ કદવાલ વાલા હાઈસ્કૂલ વિજેતા થઈ હતી. વિજેતા ટીમને શીલજ આપવામાં આવ્યો હતો.અને તમામ બાળકોને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.શાળાપરિવાર વતી ટીમના કોચ શ્રીમતી જ્યોતિબેન ચૌહાણ આસિસ્ટન્ટ શિક્ષક ઈન હિન્દી અને સીમાબેન રાઠવા ને ખુબ ખુબ અભિનંદન પાઠવે છે હવે વિજેતા બાળકો નેશનલ લેવલ દિલ્હી રમવા જશે શેઠ શ્રી એમ એ કદવાલ વાલા હાઈસ્કૂલ કદવાલ માટે આ સોનેરી ક્ષણો છે આનંદની ક્ષણો છે શાળા પરિવાર ખૂબ ધન્યતા ની લાગણી અનુભવે છે.