મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ અંતર્ગત જનજાગૃતિ માટે અપીલદેવગઢબારિયા, તા. 12 નવેમ્બર 2025

ધાનપુર,(દાહોદ) મોહન બારીયા :-

મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ અંતર્ગત 134-દેવગઢબારિયા વિધાનસભા મતવિસ્તારના મતદાર નોંધણી અધિકારી તથા નાયબ કલેક્ટર સાહેબ, દેવગઢબારિયા દ્વારા વિસ્તારના તમામ મતદારોને મહત્વપૂર્ણ અપીલ કરવામાં આવી છે.

મતદાર નોંધણી અધિકારીએ જણાવ્યું કે, લોકતંત્રના પર્વરૂપ ચૂંટણીમાં દરેક પાત્ર નાગરિકનું નામ મતદારયાદીમાં સામેલ થવું એ અત્યંત આવશ્યક છે. તેથી તમામ નાગરિકોએ પોતાના તથા પરિવારના સભ્યોના નામ મતદારયાદીમાં નોંધાયેલ છે કે કેમ તેની ચકાસણી કરી લેવી જોઈએ. જો કોઈનું નામ રહી ગયું હોય અથવા સુધારણા જરૂરી હોય, તો તાત્કાલિક ફોર્મ-6, ફોર્મ-7, ફોર્મ-8 અથવા ફોર્મ-8A મારફતે સુધારણા પ્રક્રિયામાં જોડાવું.

મતદાર નોંધણી અધિકારીએ આગળ જણાવ્યું કે, બ્લોક લેવલ અધિકારી (BLO) દ્વારા ગામ અને વોર્ડ સ્તરે ખાસ કૅમ્પો યોજાઈ રહ્યા છે, જ્યાં મતદારયાદી સંબંધિત કામગીરી સરળતાથી થઈ શકે છે.

મતદાર સુધારણા માટેની છેલ્લી તારીખ:
મહત્ત્વપૂર્ણ સૂચના અનુસાર નાગરિકોને વિનંતી કરવામાં આવે છે કે તેઓ સમયસર અરજી કરી દે, જેથી મતદારયાદીમાં પોતાનું નામ સમાવિષ્ટ થઈ શકે.

મતદાર નોંધણી અધિકારી તથા નાયબ કલેક્ટર, દેવગઢબારિયા દ્વારા વિસ્તારના તમામ નાગરિકોને વિનંતી કરવામાં આવે છે કે તેઓ આ લોકતંત્રના પવિત્ર કાર્યમાં સહભાગી બનીને પોતાના મતાધિકારને સુનિશ્ચિત કરે.