ગોધરા,(પંચમહાલ) નવાઝ શેખ:-
અંદાજીત રૂપિયા ૫૧.૧૭ લાખની રકમના કુલ ૨૭ પ્રોજેક્ટ્સને મંજૂરી અપાઈ…
ગોધરા સ્થિત કલેકટર કચેરીના સભાખંડ ખાતે પંચમહાલ જિલ્લા કલેકટરશ્રી અજય દહિયાના અધ્યક્ષસ્થાને વર્ષ ૨૦૨૫-૨૬ માટે PMFME યોજના અંગે બેઠક યોજાઇ હતી.
આ બેઠકમાં જિલ્લા કલેકટરશ્રીએ જણાવ્યું હતુ કે વિવિધ જણસીના મુલ્ય વર્ધનના પ્રોજેક્ટ્સનો વ્યાપ વધે તથા યોજનાનો બહોળો પ્રચાર પ્રસાર થાય તે જરૂરી છે. બેઠકમાં ૨૭ પ્રોજેક્ટ્સને (અંદાજીત રૂપિયા ૫૧.૧૭ લાખની રકમના) બહાલી આપવામાં આવી હતી. તેમજ કલેકટરશ્રી દ્વારા યોજનાનો વ્યાપ વધારવા વિવિધ માધ્યમોનો ઉપયોગ કરી યોજના અંગે મહત્તમ લાભાર્થીઓ લાભ મેળવે તે બાબતના પ્રયાસો હાથ ધરવા જણાવવામાં આવ્યુ હતું.
આ બેઠકમાં કમીટીના સભ્યો સાથે વિવિધ તાલુકાના ખેડુતો અને અરજદારો હાજર રહ્યા હોવાનું નાયબ બાગાયત નિયામકશ્રી, પંચમહાલની એક યાદીમાં જણાવાયું છે.