ગોધરા,(પંચમહાલ) નવાઝ શેખ :-

સામલી ગામે રોડ ઉપર બે વ્યક્તિઓને ધાક ધમકી આપી UPI ID દ્રારા ઓનલાઇન રૂપિયા ટ્રાન્સફર કરી લઇ તેમજ રોકડ રૂપિયા બળજબરીથી કઢાવી લીધેલ હતા
પંચમહાલ ગોધરા રેન્જ પોલીસ મહાપનિરીક્ષક શ્રી, આર.વી.અસારી સાહેબ નાઓએ આપેલ માગૅદશૅન અને સુચના મુજબ પોલીસ અપધક્ષક શ્રી, ડૉ. હરેશ દુધાત સાહેબ નાઓએ શ્રી, એન.એલ.દેસાઇ પોલીસ ઇન્સ્પેક્ટર એલ.સી.બી. ગોધરા તથા શ્રી, આર.એ.પટેલ પોલીસ ઇન્સ્પેક્ટર એસ.ઓ.જી. ગોધરા નાઓને મિલ્કત સંબધી ગુનાઓ બનતા અટકાવવા તથા બનેલા વણસોધાયેલા મિલ્કત સંબધી ગનુાઓ ડીટેકટ કરવા માટે જરૂરી સુચનાઓ આપેલ તે સુચના અને માર્ગદર્શન મુજબ એલ.સી.બી./
એસ.ઓ.જી. સ્ટાફના કર્મચારી વણસોધાયેલ મિલ્કત ગુનાઓ ડીટેકટ કરવા માટે જરૂરી સુચના કરેલ. જે સુચના અન્વયેગોધરા તાલુકા પો.સ્ટે.ગુ.ર.ન ૧૧૨૦૭૦૨૪૨૫૦૯૬૨
બી.એન.એસ કલમ ૩૦૮(૨), ૩૦૮(૩),૫૪ મુજબના ગુનાના કામે એલ.સી.બી./ એસ.ઓ.જી./ગોધરા તાલુકા પોલીસની અલગ અલગ ટીમ બનાવી સયુંકત રીતે નેત્રમ કમાન્ડ કંટ્રોલના સી.સી.ટીવી. કેમેરા ચેક કરી તેમજ ટેકનીકલ સર્વેલન્સ તથા હ્યુમન સોસીસના આધારે ગુના વાળી જગ્યા અને રૂટ પરથી જરૂરી માહીતી એકત્રીત કરી તેનું વિશ્લેષણ કરી આ ગુનાનો અંજામ આપનાર આરોપીઓની ઓળખ કરી આરોપીઓને સુરત ખાતેથી ઝડપી પાડેલ છે.
પકડાયેલ આરોપીીઃ-
(૧) રાહુલ ઘનશ્યામભાઇ ગોયેલ રહે.પ્લોટ નં-૦૮,હીરા નગર,પાંડેસરા,સુરત
(૨) ધીરજ વિરેન્દ્ર જયસ્વાલ રહે.અડાજણ પાલનપુર જકાત નાકા સંત તુકારામ-6 પ્લોટ
નંબર 459-450 મકાન નંબર-103 સુરત
(૩) આશિષ છોટેલાલ વર્મા રહે.જહાંગીરપુરા સુડા સંત કૃપા સી-15 મકાન નંબર 703
સુરત.