એક પડે માં કે નામ કાર્યક્ર્મ અંતર્ગત રોટરી ક્લબ ગોધરા દ્વારા ગાંધી મૂંગા બહેરા સ્પેશ્યલ સ્કૂલ ગોધરા ખાતે ભવ્ય વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો…

ગોધરા, (પંચમહાલ) નવાઝ શેખ :-

રોટરીયન શ્રી ગીરીશભાઈ પટેલના જન્મદિન નિમિતે, ગોધરાની મૂંગા બહેરા સ્પેશ્યલ સ્કૂલ ખાતે રોટરી ક્લબ ગોધરા દ્વારા ભવ્ય વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.
આ સજીવ કાર્યક્રમમાં સંસ્થાના વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઇ પર્યાવરણીય જાગૃતિનો સંદેશો આપ્યો. વિશેષ અતિથિ તરીકે ગોધરા નગરપાલિકા પ્રમુખ શ્રી જયેશભાઈ ચૌહાણ તથા સંસ્થાના અધ્યક્ષ શ્રી નાથાભાઈ ઉપસ્થિત રહ્યા અને વિદ્યાર્થીઓને પ્રકૃતિ પ્રત્યેની જવાબદારી અંગે પ્રેરક સંબોધન આપ્યું. ક્લબના પ્રમુખ Rtn. અર્પિતભાઈ જોશી દ્વારા મહેમાનો તથા વિદ્યાર્થીઓ માટે રિફ્રેશમેન્ટનું સુંદર આયોજન કરવામાં આવ્યું.
આ સમગ્ર પ્રોજેક્ટના સફળ આયોજન માટે પ્રોજેક્ટ ચેરમેન Rtn. નીરજભાઈ શાહની કામગીરી પ્રશંસનીય રહી.
કાર્યક્રમને સફળ બનાવવા માટે નીચેના રોટેરિયનસનો ખાસ યોગદાન રહ્યો, જેમને હાર્દિક અભિનંદન પાઠવવામાં આવે છે:
પ્રમુખ Rtn. અર્પિતભાઈ જોશી
સચિવ Rtn. સતીષભાઈ નાગર
Rtn. ગીરીશભાઈ પટેલ,Past President Rtn. નરેશ સેવાણી
સિનીયરરોટેરિયનશ્રીજોગિંદર ભાઈ કાલરા,ખજાનચી Rtn. ભવનિભાઈ ત્રિપાઠી ,Rtn. પ્રકાશભાઈ દિક્ષિત,Rtn. દેવેશભાઈ સેઠ,Rtn. હિતેશભાઈ ભટ્ટ. Rtn. Dr. હર્ષિલ શાહ
આ કાર્યક્રમ દ્વારા માત્ર વૃક્ષારોપણ પૂરતું ન રહી, પરંતુ સમગ્ર સમુદાયમાં પર્યાવરણીય જાગૃતિનું સુવાવણું બીજ રોપાયું.
રોટરી ક્લબ ગોધરા પરિવારના આ યુગાંતક અને પ્રશંસનીય કાર્ય માટે સમગ્ર ટીમને હાર્દિક અભિનંદન તથા શ્રેષ્ઠ ઈચ્છાઓ !