એસ એફ હાઇસ્કુલ ખાતે ચોથો વાર્ષિક મહોત્સવ ઉજવાયો બાળકોએ વિવિધ કૃતિઓ રજૂ કરી આકર્ષણ ઊભું કર્યું

છોટાઉદેપુર, મુઝફ્ફર નજર શેખ :-

છોટાઉદેપુર ખાતે Principal નીલમ રાજપૂતના માર્ગદર્શન હેઠળ ચાલતી kid’s growth center સંસ્થા નો ચોથો વાર્ષિક મહોત્સવ ની ઉજવણી નગરમાં આવેલ એસએફ હાઇસ્કુલ ખાતે આર એફ ઓ નિરંજનભાઈ રાઠવાના અધ્યક્ષ સ્થાને કરવામાં આવી હતી. છેલ્લા ચાર વર્ષથી નિરંતર નાના બાળકો ની પ્રગતિમાં અને ભણતરમાં સહભાગી સંસ્થા એ ખૂબ જ ટૂંક સમયમાં વાલીઓમાં વિશ્વાસ કેળવ્યો છે અને બાળકોમાં રહેલું ટેલેન્ટને બહાર લાવી એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું छे.

છોટાઉદેપુર એસ એફ હાઈસ્કૂલ ખાતે યોજાયેલ kid’s growth center ના 4th એન્યુઅલ ડેમાં મુખ્ય વિષય SAVE ENVIRONMENT, SAVE FUTURE, હોય જેમાં બાળકોએ ડાન્સ, દ્રામાં, ગીત, સંગીત જેવી વિવિધ કૃતિઓ સુંદર રીતે રજૂ કરી હતી જે કાર્યક્રમમાં સંસ્થાના સ્ટાફ શિક્ષકોનો વિશેષ મહેનત રહી હતી. યોજાયેલ કાર્યક્રમમાં એસ રફ હાઈસ્કૂલ પ્રિન્સિપાલ હિતેશભાઈ ચૌહાણ, Sunrise English Medium School આચાર્ય હેતલ ઉપાધ્યાય, ક ઓફ વર્લ્ડ રેકોર્ડ હોલ્ડર બ્રહ્માકુમારીઝ પ્રભારી બી કે ડો ો પૂર્વ પાલિકા પ્રમુખ નેહબેન જયસ્વાલ, સરકારી વકીલ જયપ્રકાશ પુરાણી, શાળાના બાળકો અને વાલીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.