તા.૦૮ મી ડિસેમ્બર, રવિવારના રોજ જિલ્લાના દરેક નગરપાલિકા વિસ્તારમાં રેશનકાર્ડમાં e-KYC અને આધારકાર્ડ અપડેટ માટે મેગા કેમ્પનું આયોજન

ગોધરા, (પંચમહાલ) નવાઝ શેખ :-

પંચમહાલ જિલ્લાના નાગરિકો માટે તેમના રેશનકાર્ડમાં e-KYC અને આધારકાર્ડ અપડેટ કરવાની કામગીરી રજાના દિવસે પણ કરાવી શકે તે માટે જિલ્લા વહિવટી તંત્ર દ્વારા જિલ્લાના તમામ નગરપાલિકા વિસ્તારમાં તા.૦૮/૧૨/૨૦૨૪ રવિવારના રોજ રેશનકાર્ડમાં e-KYC અને આધારકાર્ડ અપડેટ માટે મેગા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.
પંચમહાલ જિલ્લાના જે તે તાલુકાના નગરપાલિકા વિસ્તારની આસપાસના આવેલ વિસ્તારના ગામો માંથી ૧૦(દસ) જેટલા VCE e-KYC ના કામે, ૧૦(દસ) આધારકીટ આધારકાર્ડ અપડેટ માટે, નગરપાલિકા વિસ્તારના મધ્યાહન ભોજન સંચાલકો, નગરપાલિકા વિસ્તારમાં આવેલ તમામ FPS હોલ્ડરો તથા મામલતદાર કચેરીના તમામ નાયબ મામલતદારશ્રીઓ તથા ૫૦% કરતાં ઓછી કામગીરી થઇ હોય તેવી FPS પર જિલ્લા કક્ષાએથી હુકમ કરવામાં આવેલ છે તે તમામ નાયબ મામલતદારશ્રીઓ, નગરપાલિકા ચીફ ઓફિસર સહિતના તમામ સ્ટાફગણ અને સ્થાનિક કક્ષાએ આવેલ મહત્તમ NGO દ્વારા સંયુક્ત રીતે મહત્તમ નાગરિકોના રેશનકાર્ડમાં e-KYC અને આધારકાર્ડ અપડેટની કામગીરી હાથ ધરવામાં આવશે.
રેશનકાર્ડમાં e-KYC અને આધારકાર્ડ અપડેટ માટે તા.૦૮/૧૨/૨૦૨૪ ના રવિવારના રોજ સવારે ૦૯-૦૦ કલાક થી સાંજના ૦૫-૦૦ ક્લાક દરમ્યાન એક મેગા કેમ્પનું આયોજન કરાયું છે. તમામ નગરપાલિકા વિસ્તારમાં રહેતા મહત્તમ નાગરિકો લાભ લઇ શકે તેને ધ્યાને લઈને મેગા કેમ્પના સુચારૂ આયોજન તથા અન્ય જરૂરી દરેક વ્યવસ્થા ગોઠવવામાં આવશે તેમ જિલ્લા પુરવઠા અધિકારી અને નાયબ કલેકટરશ્રી એચ.ટી.મકવાણા દ્વારા એક યાદીમાં જણાવાયું છે.