શહેરામાં પત્રકાર એકતા પરિષદની મિટિંગ યોજવામાં આવી… પ્રમુખ તરીકે રમીઝ શેખની નિમણૂંક…

શહેરા, (પંચમહાલ) ઇમરાન પઠાણ :-

પત્રકાર એકતા પરિષદ ની કાર્યપદ્ધતિ મુજબ કાયદેસર ની ચુટણી પ્રક્રિયા યોજી અને પ્રમુખ પદ માટે ઉમેદવારોના નામ ની દરખાસ્ત માગી હતી ત્યારે પ્રમુખ પદ માટે દાવેદાર તરીકે રમીઝ શેખ એ દાવેદારી નોંધાવી હતી.તાલુકા ના પત્રકાર ના સર્વાનુમતે શહેરા તાલુકા પત્રકાર એકતા પરિષદ નાં પ્રમુખ તરીકે બિન હરીફ રમીઝ શેખ ચૂંટાઈ આવ્યા હતા.

વિવિધ હોદ્દા ની દરખાસ્ત મંગાવી સર્વાનુંમતે ઉપપ્રમુખ તરીકે બસીર અન્સારી, અલ્હાફિઝ શેખ, શકીલ શેખ હીરા, મહામંત્રી તરીકે ઇકબાલભાઇ શેખ (લડબડ ),ઇમરાનખાન પઠાણ,મુકેશ ભાઈ મારવાડી,આઇ.ટી.સેલ માં આફતાબ શેખ, મંત્રી તરીકે ભુપતભાઈ ડાભી,નટુભાઈ પગી , પઠાણ સાહિલખાન, સહમંત્રી તરીકે શેખ મોહસિનભાઈ (મુઘલ), ફેઝલ શેખ, ખજાનચી માં બેલીમ અરબાઝ ને નિમણુંક અપાઈ હતી.

પત્રકાર એકતા પરિષદની મિટિંગ શહેરા સર્કિટ હાઉસ ખાતે યોજાઇ હતી.ગુજરાતભરના જિલ્લાઓ માં તાલુકા સાથેની કારોબારી ધરાવતા એકમાત્ર પત્રકાર સંગઠન એટલે કે પત્રકાર એકતા પરિષદ પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકા ની નવીન કારોબારી ની રચના કરવા બેઠક યોજાઈ હતી.આ કાર્યક્રમ માં પ્રદેશ અધ્યક્ષ લાભુભાઈ કાત્રોડીયા દ્વારા ઉદ્દબોધન કરતા જણાવ્યું કે સલીમભાઈ નાં એક વિચારથી સંગઠન ની સ્થાપના કરવામાં આવી અને પત્રકાર એકતા સંગઠન આ નામ પણ ગાંધીનગર ની પ્રથમ મિટિંગ સર્વાનુમતે રાખવામાં આવ્યું. ભારત નું લોકશાહી ઢબે કામ કરતું પત્રકાર સંગઠન એટલે પત્રકાર એકતા પરિષદ એકમાત્ર એવું સંગઠન છે જેની ગુજરાત નાં તમામ જિલ્લા અને તાલુકા માં કારોબારી છે. માત્ર નામનું નહિ પરંતુ કામનું કહી શકાય તેવું સંગઠન હાલ પત્રકારોનો આવાજ બની સરકાર સાથે વાટાઘાટ કરી અને પત્રકારો ને ન્યાય અપાવવા નાં પંથ પર ચાલી રહ્યું છે.વધુમાં પ્રદેશ અધ્યક્ષ લાભુભાઈ કાત્રોડીયા દ્વારા પોતાના પ્રાસંગિક ઉદ્દબોધન માં જણાવ્યું કે પત્રકાર એકતા પરિષદ હાલ સમગ્ર ગુજરાતના જિલ્લાઓ માં તાલુકાની કારોબારી સાથે કાર્યરત છે અને પત્રકારો નાં પ્રશ્નો ને વાચા આપવા તત્પર રહેતું એકમાત્ર સંગઠન સરકાર સાથે વાટાઘટો મારફત વિવિધ માંગણીઓ સ્વીકૃત કરાવી પત્રકારોની પાછલા વર્ષો ની છીનવાયેલી સુવિધાઓ પણ પરત અપાવવાથી ખુબ નજીક છે. આ કાર્યક્રમ ની અંતે શહેરા એકતા પરિષદ તાલુકા ઇન્ચાર્જ વિપુલભાઈ દરજી દ્વારા પ્રદેશ અધ્યક્ષ લાભુભાઈ કાત્રોડિયા અને ઉપસ્થિત મહેમાન તેમજ પત્રકારોનું આભાર માન્યું હતું.