
સમગ્ર ગુજરાતમાં ચાંદીપુરમ વાઈરસનો કહેર યથાવત્ જોવા મળી રહ્યો છે. ત્યારે પંચમહાલ જિલ્લામાં અલગ-અલગ તાલુકાઓમાં કુલ 14 જેટલા શંકાસ્પદ ચાંદીપુરા વાઈરસના કેસ નોંધાયા હતા, જેમાંથી પાંચ બાળકનાં મોત થયાં હતાં. એને લઈને આજે પુણેની નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાઇરોલોજીની ટીમ પંચમહાલ આવી પહોંચી છે. બે સાયન્ટિસ્ટ અને બે ટેક્નિકલ સ્ટાફની ટીમ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત કરી સેન્ડફ્લાય સહિત જીવજંતુઓનાં સેમ્પલ લઈ રિપોર્ટ તૈયાર કરશે.
સમગ્ર ગુજરાતમાં ચાંદીપુરમ વાઈરસનો કહેર યથાવત્ જોવા મળી રહ્યો છે. ત્યારે પંચમહાલ જિલ્લામાં અલગ-અલગ તાલુકાઓમાં કુલ 14 જેટલા શંકાસ્પદ ચાંદીપુરા વાઈરસના કેસ જિલ્લામાં નોંધાવા પામ્યા હતા. એમાં પાંચ બાળકો મોતને ભેટ્યાં હતાં, જેમાંથી ત્રણ જેટલાં બાળકોને સારવાર દરમિયાન ડિસ્ચાર્જ કરવામાં આવ્યાં હતાં, જ્યારે ત્રણ જેટલાં બાળકના પોઝિટિવ ચાંદીપુરા વાઇરસ રિપોર્ટ આવ્યા હતા, જ્યારે એક બાળકનો નેગેટિવ રિપોર્ટ આવ્યો હતો.
આજે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજી પુણેથી બે સાયન્ટિસ્ટ અને બે ટેક્નિકલી સ્ટાફ મળી કુલ ચારની ટીમ આજે ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે આવી પહોંચી હતી. સિવિલ હોસ્પિટલ ખાતે સિવિલની વિઝિટ કર્યા બાદ સિવિલ હોસ્પિટલના તમામ સ્ટાફ સાથે બેઠક યોજી હતી અને કઈ રીતે ચાંદીપુરા વાઈરસના કેસ બન્યા એની હિસ્ટ્રી મેળવી હતી.
એમાં પંચમહાલ જિલ્લામાં ચાંદીપુરા વાઈરસના કેટલા કેસ છે એની વિસ્તૃત માહિતી મેળવી હતી. એ માહિતી મેળવ્યા બાદ જ્યાં ચાંદીપુરા વાઈરસના કેસ બન્યા છે ત્યાં જઈને એનો ગ્રાઉન્ડ રિપોર્ટ તૈયાર કરીને ત્યાંની હિસ્ટ્રી જાણવાનો પ્રયાસ હાથ ધરવામાં આવશે એવું જાણવા મળ્યું છે. ચાંદીપુરા વાઈરસના કેસ જ્યાં આવ્યા હતા એ ઘરની પણ મુલાકાત લઈ સેન્ડફ્લાય તેમજ અન્ય જીવજંતુઓનાં સેમ્પલ લેવામાં આવશે તેમજ આજુબાજુનાં મકાનમાં સર્વે કરવામાં આવશે. ત્યાર બાદ આખો રિપોર્ટ તૈયાર કરીને ગુજરાત સરકારને સોંપવામાં આવશે એવું જાણવા મળ્યું છે.
પંચમહાલ જિલ્લાના આરોગ્ય વિભાગના અધિકારી મહેશભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે પંચમહાલ જિલ્લામાં ચાંદીપુરા વાઈરસને લઈને તપાસમાં આવેલી નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજીની પંચમહાલ જિલ્લા સહિત મહીસાગર અને દાહોદ જિલ્લામાં પણ તપાસ કરશે. આ ટીમ ચારથી પાંચ દિવસ સુધી અહીં રોકાશે અને તમામ જગ્યાનો સર્વે કરશે.